• Gujarati News
  • િજ. પંચાયતમાં તીસરી આંખમાં પદાધિકારીઓ નિશાન પર !

િજ. પંચાયતમાં તીસરી આંખમાં પદાધિકારીઓ નિશાન પર !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફાસ્ટ્રકચર રિપોર્ટર. 8 અેપ્રિલ

ભાવનગર િજલ્લા પંચાયતમાં પદાધિકારીઓએ વારંવાર લમણાંકજીક કરીને સીસીટીવી કેમેરા ફીટ કરાવ્યા બાદ તેમાં માત્ર પદાધિકારીઓ નિશાન બને તેવી રીતે ફીટ કરાતા પદાધિકારીઓ ધંુઆપૂઆ થયા છે.

િજલ્લા પંચાયતમાં છેલ્લી ત્રણ કારોબારી એકનો અેક સીસીટીવી કેમેરાનો પ્રશ્ન ચર્ચામાં આવતો હતો, છેલ્લી કારોબારીમાં ડીડીઓ નવા હતા, તેની સામે પદાધિકારીઓએ અધિકારીઓની ઢીલી નિતી સામે પણ રોષ ઠાલવ્યો હતો, જેની સામે અધિકારીઓએ છુટકે સીસીટીવી કેમેરાઓ ફીટ કરવાની ફરજ પડી હતી.

પરંતુ હાલમાં બે ડઝન કેમેરા ગોઠવી તો દેવાયા છે, પણ તેમાં પદાધિકારીઓ પર વોચ રાખવાની હોય તેવો ઘાટ ઘડાયો છે. કેમેરામાં મોટા ભાગે અધિકારીની ચેમ્બર વોચમાં આવે તેવી રીતે કેમેરા મુકાયા હોવાનો ઉકળાટ પદાધિકારીઓએ ઠાલવ્યો હતો.

એટલંુ નહીં કેમેરાની એક ડીસપ્લે જાહેરમાં મુકાવા ખૂદ કારોબારી ચેરમેને કહેવા છતાં અધિકારીએ મનમાની કરીને એક માત્ર ડીસપ્લે ડીડીઓ અને પીએ ટંુ ડીડીઓની ચેમ્બરમાં મુકતા પદાધિકારોઓ અકળાઇ રહ્યા છે.

અા મામલે પદાધિકારીઓએ અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો. હવે જોવંુ રહ્યંુ કે પદાધિકારીઓનંુ અધિકારીઓ સામે કેટલંુ વજન છે !!

ડીડીઓ કહેશે તો

બદલી નાખીશંુ...

ડીસપ્લેકોઇ પણ જગ્યાએ હોય રેકર્ડ તો રહેવાનંુ છે. તેમ છતા એક વખત ડીડીઓને દેખાડી દઇશંુ, તેમા કોઇ પણ પ્રકારના ફેરફાર કરવાનંુ કહેવામાં આવશે તો ટેકનિશિયનને બોલાવીને ફેરફાર કરાવી નાખીશંુ. > પી.વી.ગજેરા,કાર્યપાલકઇજનેર, માર્ગ અને મકાન, િજલ્લા પંચાયત