• Gujarati News
  • વિકલાંગ કેમ્પમાં ડોકટરો હાજર રહ્યા નહિ !!

વિકલાંગ કેમ્પમાં ડોકટરો હાજર રહ્યા નહિ !!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરંતુ કેમ્પ દરમિયાન મુખ્ય કહી શકાય તેવા ઓર્થોપેડીક સર્જનો ઉપસ્થિત ના રહેતા કેમ્પના લાભાર્થીઓને મોડે સુધી ભુખ્યા તરસ્યા રાહ જોવી પડી હતી. અને કેમ્પમાં આપવા પાત્ર સર્ટીફિકેટથી પણ મોટાભાગના વંચિત રહેતા વિકલાંગ લાભાર્થીઓ માટેના કેમ્પની જાહેરાતનો ફિયાસ્કો થવા ઉપરાંત શારીરીક રીતે અશકત વિકલાંગોને પારાવાર પરેશાની વેઠવી પડતા ભારે આક્રોશ ફેલાવા પામેલ.

બાબતે વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણભાઇ રોજાસરા (બોટાદ) અને સદસ્ય ગોવિંદભાઇ બોરીચા (ગઢડા) જણાવેલ કે વિકલાંગ લાભાર્થીઓ માટેના કેમ્પ બાબતે સરકારના પ્રતિનિધીઓએ આયોજન પૂર્વે પૂરતી તકેદારી તથા વ્યવસ્થા જાળવવી જોઇએ અન્યથા વિકલાંગોને શારીરીક માનસિક યાતના વેઠવી પડે તે કેટલા અંશે વ્યાજબી છે તેવો પ્રશ્નાર્થ ઉઠાવેલ.

હા, પ્રશ્ન હતો પણ ઉકેલી નાખ્યો છે

કેમ્પમાં ડો.સુરેશ પરમારને મોકલ્યા હતા. તેઓએ તેના આસી. ડો.અરૂણભાઇને મોકલી દીધા હતા. ડો.પરમાર રાજસ્થાન જતા રહ્યા હતા ખરેખર પ્રોસેસ અોનલાઇન હોવાથી તેમાં ડો.પરમારની સહી જરૂરી હોય છે. સ્થળ ઉપર લાભાર્થીઓ પણ ઘણા હતા આખરે બપોરે 2-30 કલાકે બીજા ડોકટરને રવાના કરાયા હતા. મામલો ડીન હેઠળ આવે છે તેઓને પણ વાસ્તવિકતાની જાણ કરી દેવાઇ છે. > ડો.દીનેશગોહિલ, આરએમઓસરટી. હોસ્પિટલ