• Gujarati News
  • ભાવનગર યાર્ડમાં કોંગ્રેસના શાસન પર તરાપથી આગેવાનોમાં દોડધામ

ભાવનગર યાર્ડમાં કોંગ્રેસના શાસન પર તરાપથી આગેવાનોમાં દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘાના ૪૮ ગામના ખેડૂતો ભાવનગરમાં હરરાજી કરે છે
ભાવનગર ચિત્રા માર્કેટ યાર્ડમાં ગત ટર્મને બાદ કરતા છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસનું શાસન પ્રસ્થાપિત છે. ભાવનગર તાલુકા માર્કેટ યાર્ડ અને ઘોઘા માર્કેટ યાર્ડનો વિવાદ છેલ્લા ૧૪ વર્ષથી ચાલે છે. વર્ષ ૨૦૦૨માં ભાવનગર અને ઘોઘા માર્કેટ યાર્ડનું વિભાજન તો કર્યું પરંતુ વ્યવસ્થાપક સમિતિ યથાવત રાખી હતી. પરંતુ
અનુસંધાન પાના નં.૧૧


ઘોઘા માર્કેટ યાર્ડ કાર્યરત થતું ન હતું અને અંતે પુન: હાલમાં ભાવનગર ઘોઘાને એકત્રિકરણની સરકારમાંથી ગતિવિધિ તેજ બની છે.
ઘોઘા માર્કેટ યાર્ડના વિભાજનને કારણે ઘોઘાના ખેડૂતો ભાવનગર યાર્ડમાં વેચાણ કરવા તો આવે પરંતુ ભાવનગરના ખેડૂતોને મળતા લાભોથી વંચિત રહે છે. ભાવનગર અને ઘોઘા માત્ર યાર્ડ જ જુદા નથી પરંતુ રાજકીય રીતે વિચારધારા અને આંતરિક ખેંચતાણને કારણે અલગ છે. ભૂતકાળમાં ભાવનગર અને ઘોઘાની વ્યવસ્થાપક સમિતિ એક હતી ત્યારે કોંગ્રેસના જ આગેવાનોમાં ફાટફૂટ હતી અને સમાધાનની ફોમ્ર્યુલા અપનાવી ઘોઘાના ૨ અને ભાવનગરના ૬ ડાયરેકટરોનો સમાવેશ કરાયો હતો. જોકે ઘોઘાના પરબતસિંહ ગોહિલને ચેરમેન પદે નહિ બેસાડી ડાયરેકટર તરીકે રાખ્યા હતા.
પરંતુ તાજેતરમાં જ પરબતસિંહ ગોહિલ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયા જેથી કોંગ્રેસ પ ાને તાબે થવાની પણ વાત નથી ત્યારે જો ઘોઘા અને ભાવનગરનું એકત્રિકરણ થશે તો ઘોઘાના આગેવાનો પણ સક્રિય થવાની પૂર્ણ શકયતા વર્તાઈ રહી છે. અને હવે તો રાજકીય રીતે પણ પ ાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉભો થવાના એંધાણ સાથે યાર્ડના વર્તમાન શાસકો પણ નવી ફોમ્ર્યુલા ઘડશે તેવી સહકારી ોત્રે ચર્ચા જાગી છે.
ઘોઘામાં માત્ર કાગળ પર જ માર્કેટ યાર્ડ હોવાથી ઘોઘા તાલુકાના ૪૮ ગામના ખેડૂતો ભાવનગર યાર્ડમાં જ હરરાજી કરવા આવે છે. પરંતુ ઘોઘા અને ભાવનગર યાર્ડના વિભાજનને કારણે ઘોઘાના ખેડૂતોને અકસ્માત વીમા સહિતના કોઈ લાભો મળતા નથી અને ખેડૂતો રાજકારણનો ભોગ બને છે.
ઘોઘા માર્કેટ યાર્ડની એકત્રિકરણની ગતિવિધિથી
ભાવનગર : સહકારી ોત્રે કોંગ્રેસ છેલ્લા લાંબા સમયથી એકહથ્થુ શાસન ચલાવતું હતું તેમાં ધીરેધીરે પડતી આવતા ઘણી સંસ્થાઓમાં ભાજપે પગપેસારો કર્યોછે ત્યારે ભાવનગર તાલુકા માર્કેટ યાર્ડમાં ઘોઘા યાર્ડના એકત્રિકરણની ચાલતી ગતિવિધિને કારણે ભાવનગર યાર્ડમાંથી કોંગ્રેસના શાસન પર તરાપ લાગવાની બીકે આગેવાનો દોડતા થયા છે.