• Gujarati News
  • ભેંસલા હનુમાનજી મંદિરમાંથી ૬૨ હજારના આભૂષણોની ચોરી

ભેંસલા હનુમાનજી મંદિરમાંથી ૬૨ હજારના આભૂષણોની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસલા હનુમાનજી જગ્યામાં આવેલ રામજી મંદિરની મૂર્તિના ૨ાા કિ.ગ્રા. ચાંદીના આભૂષણો જેની કિંમત રૂા.૬૨ હજારની આંકવામાં આવેલ છે. તેની ચોરી થયાની ફરિયાદ મંદિરના રામમનોહરદાસખાખીએ મહુવા પોલીસમાં નોંધાવેલ છે.
તેમજ ભાદ્રોડ નજીક શીતળા માતાજીના મંદિર પાસે વિષ્ણુસ્વામી અવધૂતને ચાર અજાણ્યા શખ્સોએ ગળા ઉપર છરી રાખી રૂપિયા હોય તો કાઢી દે તેમ ધમકી આપી નાણા ન મળતા ભાગી ગયાની ફરિયાદ તેમજ તરેડીના આનંદભાઇની પાનબીડીની દુકાનમાંથી પરચુરણ સામાનની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન તસ્કરો ત્રાટકયા
મહુવા બ્યુરો . ૨૧ ઓગસ્ટ
મહુવા ભાવનગર રોડ ઉપર તરેડીની સીમમાં આવેલ ભેંસલા હનુમાનજી મંદિરમાંથી રૂા.૬૨ હજારના ચાંદીના આભૂષણો અને આજ રોડ ઉપર ભાદ્રોડ નજીક શીતળા માતાજીના મંદિર પાસે સાધુને માર મારી લુંટવાની કોશીષ થયાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાવા પામેલ છે.