• Gujarati News
  • વરતેજમાં કબ્રસ્તાનમાંથી રસ્તા બાબતે બે જૂથ વરચે અથડામણ

વરતેજમાં કબ્રસ્તાનમાંથી રસ્તા બાબતે બે જૂથ વરચે અથડામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરતેજમાં આવેલ કબ્રસ્તાનમાંથી ખેડૂતો વર્ષોથી ચાલે છે અને અમુક રસ્તો સાર્વજનિક રખાયો છે. પરંતુ આજે અચાનક આ રસ્તા પર દિવાલ ચણવાની વાત આવતા આ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો દરમિયાન આ બનાવમાં ત્રણ મહિલા સહિત ૧૦ શખ્સો તથા બે પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસનાં ધાડેધાડા વરતેજમાં ઉતરી પડયા હતા પોલીસે કફર્યુ જાહેર નથી કર્યોપરંતુ વરતેજ ગામમાં લોકોને બહાર નીકળવા પર પોલીસે પ્રતિબંધ મુકી દીધો હતો.
આ અંગે ફઝલભાઇ અયુબભાઇ મકવાણાએ ગોપાલભાઇ દેવસંગભાઇ, રાજુભાઇ રામભાઇ, દિલીપ ઉર્ફે બાડો, દિલીપ રામભાઇ, મોન્ટુ દેવસંગભાઇ, વિરમ માનસંગભાઇ, ઘનશ્યામભાઇ વિરસંગભાઇ, દિલીપભાઇ વિરસંગભાઇ, દિલીપભાઇ સુરસંગભાઇ, હીતેષભાઇ માનસંગભાઇ, સમીરભાઇ બીજલભાઇ, કનુભાઇ જોરૂભાઇ, માનસંગભાઇ હરીભાઇ તથા અન્ય ૨૫ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જયારે સામા પ ો માનસંગભાઇ હરીભાઇએ આરોપીઓ ફીરોઝભાઇ હાજીભાઇ, અલ્તાફભાઇ અયુબભાઇ, શબીરભાઇ મુસ્તુફાભાઇ, નવસાદભાઇ ગફારભાઇ ઇદ્રીશભાઇ ગફારભાઇ, રજાકભાઇ નાનુભાઇ, રફીકભાઇ સોરઠીયા, ફઝલભાઇ અયુબભાઇ, ઇમામહુસેનભાઇ, રૂકસાનાબેન રહીમભાઇ, શરીફાબેન ગફારભાઇ તથા અન્ય ૩૫થી ૪૦ વ્યકિતઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
ભાવનગર. ૨૧ ઓગસ્ટ
ભાવનગર પાસેના વરતેજ ગામે મોડી સાંજે કબ્રસ્તાનમાં ચાલવા બાબતે બે જૂથ વરચે અથડામણ થયા બાદ મામલો ઉગ્ર બનતા અને પથ્થરમારો, તેમજ સોડાબોટલો ઉડતા પોલીસનાં ધાડેધાડા વરતેજમાં ઉતરી પડયા હતાં અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઘટનામાં ત્રણ મહિલા સહિત પાંચ વ્યકિતને અને બે પોલીસને ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.
તસવીર : અજય ઠકકર