ચૂંટણીમાં મતદાનનું મહાપર્વ, ૮૪૪ VIP મતદારો મતદાન કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧પ,૯૩,૭૨૬ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

ભાવનગર સંસદીય મત વિસ્તારમાં આવતીકાલ તા.૩૦ના રોજ યોજાનાર ચૂંટણીમાં કુલ ૧પ,૯૩,૭૨૬ મતદારો મતાધિકાર ભોગવશે. હાલમાં પડી રહેલી તીવ્ર ગરમીની સીધી અસર મતદાન પર પડશે. જેથી સવારે અને સાંજે એક- એક કલાકની સમય મર્યાંદામાં કરાયેલ વધારાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી પી.કે.સોલંકીએ અપીલ કરી છે.

ભાવનગર લોકસભાની ચૂંટણીનાં મતદાન માટે કુલ ૩૭૮૮ બેલેટ યુનિટ અને ૧૮૯૬ કન્ટ્રોલ યુનિટની વ્યવસ્થા કરાઇ છે. કુલ ૧૭૨૦ મતદાન મથકો પર મતદાન થશે. ભાવનગર લોકસભા ચૂંટણીમાં બે મહિ‌લા અને એક પ્રજ્ઞાચક્ષુ સહિ‌ત કુલ ૧૬ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. ચૂંટણીની કામગીરી ૯૯૦પ કર્મચારીઓને સોંપવામાં આવેલી છે તેમજ મતદાન મથક પર સ્ટાફ અને સાધન - સામગ્રી પહોંચાડવા - લાવવા એસ.ટી. નિગમની ૧૬પ બસ અને ૭૮ ખાનગી વાહનો ભાડે રાખવામાં આવ્યા છે. ગર્ભવતી મહિ‌લા, અશક્ત, વિકલાંગ, બિમાર તથા સીનિયર સિટિઝનને મતદાન માટે અગ્રીમતા અપાશે અને દ્રષ્ટિહિ‌ન મતદારો માટે બ્રેઇલ લીપીમાં મતપત્રની વ્યવસ્થા કરાયેલી છે.

- ચૂંટણી કાર્ડ ન હોય તો પણ કરી શકાય મતદાન

મતદારો પાસે ચૂંટણી કાર્ડ ઉપલબ્ધ ન હોય તો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય રખાયેલા ૧૧ પુરાવાઓ જેવા કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, સરકારી અને લિમિટેડ કંપની દ્વારા અપાયેલું ફોટાવાળુ ઓળખપત્ર, બેન્ક - પોસ્ટની ફોટાવાળી પાસબુક, પાનકાર્ડ, આધાર કાર્ડ, એન.પી.આર. મનરેગા જોબ કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટાવાળુ પેન્શન કાર્ડ, ફોટાવાળી મતદાર કાપલી રજૂ કર્યેથી મતદાર મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

- મતદારો હેલ્પલાઇન પર માર્ગદર્શન મેળવી શકશે

ભાવનગર લોકસભા વિસ્તારમાં ૧૪,૯૧,પપપ મતદારોને મતદાર કાપલી પહોંચાડી દેવાઇ છે. પરંતુ મતદાર કાપલી ન હોય તેઓને મતદાન મથક પરથી કાપલી મળી જશે અને મતદાર યાદીમાં નામ છે કે નહી અને મતદાન કરવા કયાં જવાનું તે પણ મતદારો હેલ્પલાઇન નં.૨પ૧૨૧૧૧ પર ફોન કરી વિગતો મેળવી શકશે.

- મતદાર યાદીમાં નામ હોવું ફરજીયાત

ચૂંટણી કાર્ડ અથવા મતદાર યાદી કાપલી ન હોય તેમ છતાં અન્ય ૧૧ પુરાવાથી રજૂ કરી પણ મતદાન કરી શકાય પરંતુ મતદાર યાદીમાં મતદારનું નામ હોવું ફરજીયાત છે. તેમજ મતદાન મથકમાં મોબાઈલ સાથે પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...