ભાવનગરઃ વિક્ટોરિયા પાર્કમાં ત્રણ વર્ષમાં બે હજાર વૃક્ષોનો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રી-પ્લાન્ટમાં ૯૦ ટકા જેવી સફળતા સાંપડી
- વિભાવરીબહેન દવેના પ્રયાસોથી પાર્કમાં ૭૦૦ જેટલા ટ્રી-ગાર્ડની સુવિધા કરવામાં આવી

ગુજરાતભરમાં એક માત્ર ભાવનગર એક એવું મહાનગર છે જ્યાં શહેરની મધ્યમાં જંગલ વિસ્તાર વિક્ટોરિયા પાર્ક આવેલો છે. ગત તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૨માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિક્ટોરિયા પાર્કના વિકાસનું વચન આપ્યુ હતુ. તેના અનુસંધાને પાર્કમાં કૃષ્ણકુંજ તળાવને ઉંડુ ઉતારવા સહિ‌ત અનેક વિકાસલક્ષી કાર્યો થયા છે. આ અંગે ધારાસભ્ય વિભાવરીબહેન દવેએ માહિ‌તી આપતા જણાવ્યું હતુ કે પાર્કમાં ગાંડા બાવળીયા હતા તેવા અલગ-અલગ સ્થળો પર લગભગ સાત સ્થળોએ ગ્રુવ્ઝ બનાવાયા છે.

જેમાં ત્રણેક વર્ષમાં આશરે ૨૦૦૦ જેટલા વૃષો વાવવામાં આવ્યાં છે. પાર્કમાં ૭૦૦ જેટલા ટ્રી-ગાર્ડ પણ છે. આ ઉપરાંત શહેરમાં કોઇ સ્થળોએથી મોટા વૃક્ષોને જડમૂળમાંથી કાઢવાના હોય તેને આ પાર્કમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ વિક્ટોરિયા પાર્કમાં રિ-પ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમાં ૯૦ ટકા સફળતા પણ મળી છે. ધારાસભ્ય વિભાવરીબહેન દવે પોતે ઇ.સ.૨૦૦૭થી આ પાર્કના વિકાસ માટે કાર્યરત છે.