તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગન્નાથજીનાં રથમાં નિરીક્ષણ માટે ૧૧ સીસી ટીવી કેમેરા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભગવાનના રથમાં ૨પ૦ ઘનફુટ લાકડાનો ઉપયોગ કરી મયુર આકારનું નકશીકામ

તા.૧૦ જુલાઇને બુધવારે અષાઢી બીજના પર્વની ઉજવણી અને ખાસ તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે આ વર્ષે ભાવનગરમાં અનેરો ઉમંગ છવાઇ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ત્રણ વર્ષ પૂર્વે લાકડાનો જે રથ તૈયાર કરાયો છે તેની કલાત્મક નકશીકામ લોકોને 'વાહ’ બોલતા કરી દે તેવી છે.આ ભવ્ય અને કલાત્મક રથમાં આગળ, પાછળ, ઉપર, નીચે અને અંદર મળી કુલ ૧૧ સી.સી. કેમેરા ગોઠવાયેલા છે. જેથી તમામ હિ‌લચાલનું નિરીક્ષણ રથમાં રહેલા મોનીટર ઉપર જોઇ શકાય છે.

આ વર્ષે આ રથ યાત્રા માટે તેના અભેદ્ય સુરક્ષા કવચ સાથે તૈયાર કરી દેવાયો છે. લાખો રૂપિયાની કિંમતમાં તૈયાર થયેલ આધુનિક રથની કિંમત અમૂલ્ય છે તેમ રથયાત્રાના સંયોજક હરૂભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું. આ રથ પાયલ સિલ્વર આર્ટ, અર્બુદા એસ્ટેટ રાણીપ અમદાવાદ ખાતે પ્રવિણભાઈ મિસ્ત્રીએ ઇ.સ.૨૦૧૦માં ચાર માસની સતત રાત દિવસની ૩૦થી૩પ કારીગરોની મહેનતથી તૈયાર કર્યો હતો.

આ રથ ખૂબ જ કિંમતી અને પવિત્ર એવા સેવનના લાકડામાંથી બનાવવામાં આવેલ છે. જેમાં ૨પ૦ ઘનફુટ લાકડુ વપરાય છે. જેમાં મયુર આકારનું નકશીકામ થયેલ છે તથા સફેદ એવા આ રથના ચાર પૈડા ટયુબ ટાયર બનાવાયેલ છે. આધુનિક અને આકર્ષક લાકડાનો રથ બનાવવા માટે ચિત્રા સ્વામીનારાયણ વિદ્યાલયના આચાર્ય ઘનશ્યામભાઈ મેતલીયા અને રથયાત્રાના સંયોજક હરૂભાઈ ગોંડલીયાએ ૬ માસ સુધી થર્મોકોલ ઉપર અલગ-અલગ ડીઝાઈન બનાવી અને આ ડીઝાઈન મુજબ અમદાવાદ ખાતે રથ તૈયાર કરાયો. ઓરીસ્સા રાજ્યમાં પુરી ખાતે જે રીતે લાકડાની ડીઝાઈનવાળો રથ બને છે તેની પેટન્ટ પ્રમાણે ત્રણ વર્ષ પહેલાં ભાવનગર ખાતે રથ બન્યો હતો.

- ભોઇ સમાજના યુવાનો રથને ખેંચશે...

રથને ખેંચવા માટે ચાર હુકમાં ૪૦થીપ૦ ફુટની લંબાઈવાળા હીરના ચાર દોરડા લગાવવામાં આવશે. જેને ભોઈ સમાજમાં ૧૦૮ યુવાનો તથા કોઈપણ શ્રદ્ધાળુ રથ ખેંચી શકશે.આ રથનું વજન સાડા છ ટન છે અને રથની આગળ ૪ આકર્ષક ઘોડાઓ મુકવામાં આવેલ છે. આ રથ દોરડાથી પણ ખેંચી શકાય છે અને ડીઝલ વડે પણ રથને હંકારી શકાય છે. રથની અંદર ફોકસ લાઈટ અને હેલોઝન લાઈટ મુકવામાં આવેલ છે.

- ધોધમાર વરસાદ વરસે છતાં રથમાં એક ટીપુ પણ નહીં જાય...

રથની સીલીંગ અને તળીયુ ૧ ઈંચ જાડાઈવાળું બોટમ મરીન પ્લાઈમાંથી બનાવાયેલ છે. જેથી ટ્રકના તળીયાની મજબુતાય જેવી આ રથની મજબુતાઈ રહેશે. તેને ક્ષાર લાગતો નથી કે ગમે તેવો વરસાદ હોય તો પણ રથમાં એક પણ ટીપુ ન પડે તે રીતે રથની છત ફાઈબર કોટીંગથી મઢી લેવામાં આવેલ છે.તેથી આ રથ સમગ્ર પણે વોટરપ્રૂફ છે.