Home » Saurashtra » Latest News » Bhavnagar City » 1 crore turnover in Gathiya Business

ગાંઠિયા રે ગાંઠિયાઃ ભલભલા ઉદ્યોગપતિઓ લાગે બાઠિયા, રોજનું ૧ કરોડ ટર્નઓવર

Divyabhaskar.com | Updated - Feb 08, 2014, 12:03 AM

ભાવનગરી ગાંઠીયાને રોજનું ૧ કરોડનું ટર્નઓવર, ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત વિદેશમાં પણ માંગ

  • 1 crore turnover in Gathiya Business
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    - ભાવનગરી ગાંઠીયાને રોજનું ૧ કરોડનું ટર્નઓવર
    - ભાવેણામાં દરરોજ પાંચ ટન ગાંઠીયાને ઉત્પાદન, ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત વિદેશમાં પણ માંગ


    ગાય, ગાંડા અને ગાંઠીયા તરીકે ઓળખાતું ભાવનગર દેશ-વિદેશમાં થઈ દરરોજનો સરેરાશ ૧ કરોડ રૂપિયાનો માત્ર ગાંઠીયાનો જ બિઝનેસ કરે છે. સાથોસાથ હજારો લોકોને રોજગારી પણ પુરી પાડે છે. વિશ્વભરમાં ગુજરાતનું ભાવનગર અને ગાંઠીયાએ એક બીજાનાં પર્યાય બની ગયા છે. ટાંચા સાધનો વડે ચાલતો ભાવનગરનો આ ગાંઠીયા ઉદ્યોગ નજીકનાં ભવિષ્યમાં અદ્યતન સાધનો અને વિશેષ પેકીંગ સાથે વિશ્વભરના માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ કરનાર છે.

    ભાવનગરમાં નાના-મોટા વેપારીઓ અને ગાંઠીયાના મેન્યુફેક્ચર મળીને ૨૨પથી વધુ વેપારીઓ છે. જેમાં ૨પ વર્ષથી ૧૬પ વર્ષ જુનાં અને પાંચમી પેઢીથી ગાંઠીયાનો વ્યવસાય કરતાં વેપારીઓ પણ સામેલ છે. ભાવનગર અને ગાંઠીયા જાણે કે એક બીજાના પર્યાય શબ્દ બની ગયા છે. એટલે જ માત્ર સૌરાષ્ટ્ર, ગુજરાત કે મહારાષ્ટ્ર જ નહીં વિદેશમાં લંડન, યુ.કે., યુ.એસ.એ., અમેરિકા કે દુબઈથી ભાવનગર આવતાં લોકો ભાવેણાનાં ગાંઠીયા સાથે લઈ જવાનું ભૂલતા નથી. તો કેટલાક એવા પણ ગાંઠીયા પ્રેમી છે કે તેઓ ભાવનગરથી ગરમા-ગરમ ફાફડીયા ગાંઠીયા લઈ પ્લેનમાં મુંબઈ જાય છે અને મુંબઈ જઈ ભાવનગરી ગાંઠીયાનો સવારનો નાસ્તો કરે છે.

    શહેરનાં પ મોટા વેપારીઓ હજ્જારોને રોજીરોટી આપે છે

    ભાવનગરમાં નાની-મોટી દુકાનો અને કારખાનાની સંખ્યા તો ઘણી મોટી છે. પરંતુ ભાવેણાનાં માત્ર પાંચ વેપારીઓ એવા છે જેનો ગાંઠીયાનો કારોબાર મોટો છે અને હજ્જારો લોકોને રોજીરોટી પુરી પાડે છે.

    ગાંઠીયા ભાવનગરના જ કેમ..!, શહેરનાં પ મોટા વેપારીઓ હજ્જારોને રોજીરોટી આપે છે, દેશ-વિદેશમાં ગાંઠીયા ક્યાં જાય છે, દેશ-વિદેશમાં ક્યા ક્યા ગાંઠીયાની માંગ, પૂ.મોરારીબાપુ અને ગાંઠીયાને ટ્રસ્ટ આ વાંચવા માટે આગળ ક્લિક કરો...

  • 1 crore turnover in Gathiya Business
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ભાવનગરી ગાંઠીયા ૩૦-૩પ વર્ષ પૂર્વે ફક્ત રૂા.૭થી૧૨નાં એક કીલોનાં ભાવે મળતા હતા. જેનો આજે ભાવ રૂા.૧૬૦ થી ૧૮૦ થઈ ગયો છે. છતાં તેની માંગમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ ભાવનગરમાં દરરોજનાં પાંચ ટન ગાંઠીયાને વેચાણ થાય છે. જોકે તે વખતે શીંગતેલનો ડબ્બો પણ માત્ર રૂા.૪પમાં મળતો હતો. ગાંઠીયાનાં પ્રોડકશન માટે પણ સ્પેશીયલ કારીગરો ભાવનગરમાં છે. ગાંઠીયામાંથી ૨૦૦૦થી વધુ માણસોને શહેરનાં મોટા પાંચ-છ વેપારીઓ દ્વારા જ રોજીરોટી પુરી પડાય છે. ભાવનગરમાં દરરોજનું ૮પ લાખથી વધુ રકમનું ગાંઠીયાને જ ટર્નઓવર થાય છે. એટલે કે દર મહિ‌ને ૨પ કરોડથી વધુનું ટર્નઓવર ગાંઠીયાનાં ધંધામાં થાય છે.

  • 1 crore turnover in Gathiya Business
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ગાંઠીયા સૌરાષ્ટ્રની પારીવારિક વાનગી છે. વિદ્યાર્થી‍નાં લંચ બોક્સમાં, વૃદ્ધાશ્રમમાં થતાં દાન-ધર્માદામાં, દીકરીનાં લગ્ન પ્રસંગે જાન આવે ત્યારે વેવાઈને સવારે ગરમાગરમ ફાફડા-જલેબીનો નાસ્તો આપવાની પરંપરા આજેય તો કોઈનાં મૃત્યુ પછી એટલે કે દાડામાં પણ લાડવા સાથે ગાંઠીયા આપવાની જુની પરંપરા છે. ભાવનગરમાં હાલમાં તો ફાફડા, ભાવનગરી જીણા મોળા ગાંઠીયા, તીખા જીણા, તીખા જાડા, તીખા કડક, મરી-મસાલા, મેથી, મરી, લસણીયા, જાડા તીખા, ચંપાકલી, ટમટમ, મેથી પાલક, લીંબુ મસાલા, મેથી લસણ, જેવી અનેક વેરાયટીના ગાંઠીયા મળે છે.

  • 1 crore turnover in Gathiya Business
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ભાવેણામાં જીવાભાઈ સુખડીયા કે જેની ૧૬પ વર્ષ જુની પેઢી છે. તો નરસીદાસ બાવાભાઈની પેઢી પણ ૯૪ વર્ષ જુની છે. ખત્રી પેંડાવાળાની ૬૦ વર્ષ જુના છે. લક્ષ્મી પણ પપ વર્ષ જુના છે. અને મનુભાઈ ગાંઠીયાવાળા ૨પ વર્ષ જુના છે. જેમાં પાંચ પેઢીએ પણ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ છે. ભાવનગરનાં ગાંઠીયા સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતનાં અમદાવાદ, બરોડા, સુરત અને મહારાષ્ટ્રનાં મુંબઈ-પુના ઉપરાંત વિદેશમાં યુ.કે, યુ.એસ.એ., લંડન, દુબઈ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં પણ ભાવનગરનાં ગાંઠીયા જાય છે.

    ગાંઠીયા ભાવનગરના જ કેમ..!

    ભાવનગરમાં ગાંઠીયા બનાવવાની રીત અનોખી છે. ભાવેણાનું પાણી, આબોહવા બીજે ક્યાંય મળતા નથી. મરી, મસાલા, ચણાનો લોટ, શીંગતેલ જેવું મટીરીયલ તો ગમે ત્યાં મળી રહે છે. પરંતુ ભાવનગરનું પાણી અને આબોહવા તે ભાવનગરી ગાંઠીયાની વિશેષતા છે. જે ક્યાંય મળતી નથી. એટલે જ કહેવાય છે કે, ગાંઠીયા તો ભાઈ ભાવનગરનાં જ હો...!

  • 1 crore turnover in Gathiya Business
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    દેશ-વિદેશમાં ગાંઠીયા ક્યાં જાય છે

    ભાવનગરનાં ગાંઠીયા સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતનાં અમદાવાદ, બરોડા, સુરત અને મહારાષ્ટ્રનાં મુંબઈ-પુના ઉપરાંત વિદેશમાં યુ.કે, યુ.એસ.એ., લંડન, દુબઈ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયામાં પણ ભાવનગરનાં ગાંઠીયા જાય છે.

    દેશ-વિદેશમાં ક્યા ક્યા ગાંઠીયાની માંગ

    ભાવનગરી ગાંઠીયા એટલે કે ઝીણા ગાંઠીયા, પાપડી, તીખા ઝીણા, તીખા ઝાડા, લસણીયા ગાંઠીયા જાડા અને ઝીણા, રંઘોળાનાં મોળા ઝીણા ગાંઠીયા અને ફુલવડી, ચંપાકલી અને ટમટમ ગાંઠીયા પ્રખ્યાત છે.

  • 1 crore turnover in Gathiya Business

    શહેરનાં પ મોટા વેપારીઓ હજ્જારોને રોજીરોટી આપે છે

    ભાવનગરમાં નાની-મોટી દુકાનો અને કારખાનાની સંખ્યા તો ઘણી મોટી છે. પરંતુ ભાવેણાનાં માત્ર પાંચ વેપારીઓ એવા છે જેનો ગાંઠીયાનો કારોબાર મોટો છે અને હજ્જારો લોકોને રોજીરોટી પુરી પાડે છે.

    પૂ.મોરારીબાપુ અને ગાંઠીયાને ટ્રસ્ટ

    પૂજ્ય મોરીરાબાપુ તો ગાંઠીયાના આખા પરિવારની વાત વિનોદમાં કહે છે. તેઓ કહે છે કે ગાંઠીયો એટલે પતિ, જલેબી મીઠી એટલે તેની પત્ની અને સંભારો-મરચા તેના સંતાનો એમ જાણે કે ગાંઠીયા, જલેબી, સંભારા-મરચાનું ટ્રસ્ટ રચાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ