વેવિશાળ નહી થાય તેવું લાગતા કુંડલાના યુવાને ગળેફાંસો ખાધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંખા સાથે ચુંદડી વડે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ

સાવરકુંડલાના હાથસણી રોડ પર આજે એક કડીયાકુંભાર યુવાને પોતાનું વેવિશાળ નહી થાય તેવા વિચારથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સવારે તેણે ચુંદડી વડે પંખા સાથે લટકી જઇ જીવન ટુંકાવી લીધુ હતું.

કડીયાકુંભાર યુવકના આપઘાતની આ ઘટના આજે સાવરકુંડલામાં હાથસણી રોડ પર આવેલ લુહાર સોસાયટીમાં બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિં મહેશ જ્યંતીભાઇ પરમાર (ઉ.વ. ૨૩) નામના કડીયાકુંભાર યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આજે સવારે છએક વાગ્યે તેણે પોતાના રૂમમાં એકલો હતો ત્યારે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું.

ઘટનાની જાણ થતા સાવરકુંડલા પોલીસે તેના ઘરે દોડી ગઇ હતી. મૃતક યુવકના પિતા જ્યંતીભાઇ મીઠાભાઇ પરમારે પોલીસને એવું જણાવ્યુ હતું કે તેના પુત્રને પોતાનું વેવિશાળ નહી થાય તેવા સતત વિચારો આવતા હોય તેના કારણે તેણે આ પગલુ ભર્યુ હતું. એક બહેન અને બે ભાઇમાં તે સૌથી નાનો હતો. મૃતક યુવકની લાશને પીએમ માટે સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવી હતી.