તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિના અનૈતિક સંબંધથી ત્રાસી પત્નીએ આપઘાત કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીની મહિ‌લાએ પાણાખાણમા ઝંપલાવી જીવ દઇ દીધો
અમરેલીની એક પરિણિતાએ બેસતા વર્ષના દિવસે જ સવારમા પાણા ખાણના પાણીમા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ મહિ‌લાના પતિને અન્ય એક મહિ‌લા સાથે આડો સંબંધ હોય અને સાસરીયા ત્રાસ ગુજારતા હોય તેણે આ પગલુ ભર્યુ હતુ.
પરિણિતાના આપઘાતની આ ઘટના અમરેલીમા બેસતા વર્ષના દિવસે સવારના આઠેક વાગ્યાના સુમારે મફતપરા વિસ્તારમા બની હતી. અહીના લીલાનગરમા રહેતી કેસરબેન સુરાભાઇ માથાસુળીયા (ઉ.વ.૨પ) નામની પરિણિતા સવારે પાણા ખાણ પર કપડા ધોવા માટે ગઇ હતી તે સમયે તેણે પાણા ખાણના ઉંડા પાણીમા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
તેના મૃત્યુ બાદ લાઠીમા રહેતા તેના પિતા શેરાભાઇ સામંતભાઇ ચારોલીયાએ આ બારામાં પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા સબબ સુરા રૂડા માથાસુળીયા, હલીબેન રૂડા, દેવા રૂડા, હંસા ભીમા સહિ‌ત પાંચ સામે અમરેલી તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યુ છે કે સુરા રૂડાને હંસા સાથે આડો સંબંધ હોય તેના કારણે સાસરીયાઓ દ્વારા ત્રાસ ગુજારવામા આવતો હતો. અને આ કારણે તેણે આપઘાત કરી લીધો હતો. પીએસઆઇ વી.એમ.કોલાદ્વા બનાવની વધુ તપાસ ચલાવી રહ્યાં છે.