વડોદરાની બુલ્સ સાહસિકોની ટીમનું બાબરામાં આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભારત ભ્રમણ: પંદર સભ્યો બુલેટ મોટર સાયકલ લઇ આવી પહોંચતા સ્વાગત કરાયુ : યુવાનોમાં સાહસિક વૃતિ કેળવાય અેવો સંદેશો પાઠવ્યો

બાબરા: વર્તમાન સમયમાં યુવાનોમાં સાહસિક વૃતિ કેળવાય તે હેતુથી વડોદરામાં બરોડા બુલ્સ ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે. આ ટીમના સભ્યો બુલેટ મોટર સાયકલ સાથે નીકળી વર્ષમાં ચારેક વખત ભારતમાં જુદાજુદા વિસ્તારોમાં પ્રવાસ ખેડે છે અને યુવાનોને સાહસિક વૃતિનો સંદેશો આપે છે. ત્યારે આ ટીમ આજે બાબરા આવી પહોંચતા અહી તમામ સભ્યોનું સ્વાગત કરવામા આવ્યું હતુ.

બરોડા બુલ્સ ટીમના સભ્યો દ્વારા યુવાનોમાં સાહસિક વૃતિ કેળવાય તે હેતુથી વર્ષમાં ચારેક વખત ભારતમાં જુદાજુદા વિસ્તારોમાં બુલેટ મોટર સાયકલ સાથે નીકળી પ્રવાસ ખેડવામા આવે છે અને યુવાનોને સંદેશો પહોંચાડવામા આવે છે. આ ટીમ બાબરા આવી પહોંચતા અહી નવનીતભાઇ દવે પરિવાર દ્વારા આ સભ્યોને આવકારવામા આવ્યા હતા. ટીમના પંદર જેટલા સભ્યો બુલેટ મોટર સાયકલ લઇને બજારોમાં નીકળતા લોકો જોવા માટે બહાર દોડી આવ્યા હતા.

બરોડા બુલ્સ ટીમના કેપ્ટન સુનીલભાઇ વ્યાસે જણાવ્યું હતુ કે તેની ટીમમાં 15 જેટલા સભ્યો છે. આજના યુવાનોમાં સાહસવૃતિ કેળવાય તે હેતુ માટે આ કામગીરી કરવામા આવે છે. ટીમ દ્વારા વર્ષમાં ચારેક વખત ભારતના અલગ અલગ રાજયમાં બુલેટ મોટર સાયકલ લઇ પ્રવાસ ખેડવામા આવે છે. અગાઉ આ ટીમ દ્વારા વડોદરાથી લદાખ સુધીની સફર ખેડવામા આવી હતી. આગામી સમયમાં આ ટીમ દ્વારા ભુતાનની સફર ખેડવામા આવશે તેમ સુનીલભાઇએ જણાવ્યું હતુ.

વર્ષમાં ચાર વખત દેશમાં પ્રવાસ કરે છે

આ ટીમના સભ્યો બુલેટ મોટર સાયકલ સાથે નીકળી વર્ષમાં ચારેક વખત ભારતમાં જુદાજુદા વિસ્તારોમાં પ્રવાસ ખેડે છે અને યુવાનોને સાહસિક વૃતિનો સંદેશો આપે છે. ત્યારે આ ટીમ આજે બાબરા આવી પહોંચતા અહી તમામ સભ્યોનું સ્વાગત કરવામા આવ્યું હતુ. અહિં નિતીનભાઇ દવેનાં પરિવાર દ્વારા તમામ સભ્યોને આવકારવામાં આવ્યા હતા. એક સાથે 15 જેટલી બુલેટો શહેરમાં નિકળતા આ દ્રશ્ય જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આગામી સમયમાં આ ટીમ ભૂતાનનાં પ્રવાસે બુલેટ લઇને જશે તેમ જાણવા મળ્યું હતું.