તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Uttarakhandanam 'A' Was To Collect Funds For The Victims Of Babra

ઉત્તરાખંડનાં ‘એ’ પીડિતો માટે બાબરામાં ફંડ એકત્રિત કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડની ભયંકર કુદરતી આપદામાં ખુબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટયા છે અને હજારો બેઘર બન્યા છે ત્યારે અમરેલી જીલ્લામાંથી આ આપદા પીડીતો માટે ઠેર ઠેરથી મદદનો હાથ ઉઠી રહ્યો છે. આજે બાબરા તાલુકાના વલારડી ગામની શ્રી સરસ્વતી શીશુ મંદિર સંસ્થાના સ્વયંસેવકો દ્વારા બાબરામાં દુકાને દુકાને ફરી ફંડ એકઠુ કરવામાં આવ્યુ હતું.

ઉત્તરાખંડના આપદા પીડીતો માટે અમરેલી જીલ્લામાંથી ઠેર ઠેરથી લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. અગાઉ રાજુલા અને અમરેલી પંથકમાંથી સહાય માટે લોકોએ હાથ લંબાવ્યો હતો. હવે આજ રીતે બાબરામાંથી પણ મદદનો હાથ ઉઠી રહ્યો છે. બાબરા તાલુકાના વલારડી ગામે આવેલ શ્રી સરસ્વતી શીશુ મંદિરના સ્વયંસેવકોએ આ પીડીતો માટે ફંડ એકઠુ કરવાનું બીડુ ઝડપ્યુ છે.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન અનુસાર આ સંસ્થા દ્વારા ફંડ એકઠુ કરવામાં આવી રહ્યુ છે. આજે સંસ્થાના સ્વયંસેવકો બાબરામાં દુકાને-દુકાને ફર્યા હતાં અને ફંડ ઉઘરાવ્યુ હતું. અહિંના વેપારીઓએ પણ ઉદાર હાથે યથાયોગ્ય
યોગદાન આપ્યુ હતું.