ગરમીથી બચવા દરવાજો ખુલ્લો રાખ્યો, તો તસ્કરો હાથફેરો કરી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગરમીથી બચવા દરવાજો ખુલ્લો રાખ્યો, તો તસ્કરો હાથફેરો કરી ગયા
- જાફરાબાદની ઘટના : મોબાઇલ અને હિ‌સાબ કિતાબના કાગળો ચોરાયા : ફરીયાદ

જાફરાબાદના એક યુવાન ગરમીના કારણે ગઇરાત્રે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખીને સુતો હતો ત્યારે કોઇ અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી રૂા. ૭ હજારની કિંમતનો મોબાઇલ તથા હિ‌સાબ-કિતાબના જરૂરી કાગળોની ચોરી કરતા તેણે આ અંગે જાફરાબાદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. અમરેલી પંથકમાં પડી રહેલી કાળઝાળ ગરમી લોકોને અકળાવી રહી છે. ગરમીથી બચવા જાતજાતના નુસખા લોકોને અજમાવવા પડી રહ્યા છે.

ત્યારે જાફરાબાદના રાજેશભાઇ ભગુભાઇ સોલંકીએ ગરમીથી બચવા ઘરનો દરવાજો ખુલ્લો તો રાખ્યો પરંતુ તસ્કરોને મોકળુ મેદાન મળી ગયુ અને ઘરમાં હાથફેરો કર્યાની ઘટના બની છે. રાજેશભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેમના ઘરમાં ચોરીની આ ઘટના ગઇમધરાત્રે દોઢેક વાગ્યાના સુમારે બની હતી.

રાત્રે તેઓ ઘરનો દરવાજો ખુલ્લો રાખીને સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા તસ્કર અંદર પ્રવેશ્યો હતો અને રૂા. સાત હજારની કિંમતનો મોબાઇલ તથા પ્લાસ્ટીકની થેલીમાં રાખેલ ખલાસીના હિ‌સાબ-કિતાબના કાગળો વિગેરે વસ્તુઓ ચોરી કરીને લઇ ગયો હતો. જાફરાબાદ મરીન પોલીસ મથકના પીએસઆઇ બી.જી. ચેતરીયાએ બનાવ અંગે ધોરણસરની તપાસ શરૂ કરી છે.