• Gujarati News
  • The Village Has Four Months To Couple With The Spinning Nasatu Baghadati Bid

ચાર માસથી નાસતુ ફરતું દંપતી ગામમાં આવ્યુ તે સાથે જ બઘડાટી બોલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાર માસથી નાસતુ ફરતું દંપતી ગામમાં આવ્યુ તે સાથે જ બઘડાટી બોલી

દામનગર તાબાના છભાડીયા ગામે ગઇ સાંજે કોળી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકની સરાજાહેર હત્યા કરી નાખવામાં આવ્યા બાદ મોડી રાત્રે આ બારામાં યુવકના સસરા અને સાળા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ચારેય શખ્સોએ સાથે મળી પાઇપ, કુહાડી અને લાકડીના ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધુ હતું.

છભાડીયાના કોળી યુવકની હત્યા સબબ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે. દામનગરના છભાડીયા ગામનો રમેશ ઉર્ફે ધમો કાન્તીભાઇ મેર (ઉ.વ. ૨૭) નામનો યુવાન ગઇસાંજે બજારમાં ઉભો હતો ત્યારે આ યુવકના સસરા વિનુ પરશોતમ વનાળીયા, કાકાજી સસરા પ્રવિણ પરશોતમ ઉપરાંત સાળા કિશોર વિનુ અને અક્ષય પ્રવિણે આ હત્યા કરી હતી. ચારેય જણાએ તેને માથામાં કુહાડી, પાઇપ અને લાકડીના ઘા ઝીંકી દેતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતું.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવાન ચારેક માસ પહેલા વિનુ પરશોતમની પુત્રી વૈશાલી સાથે નાસી ગયો હતો. બન્નેએ સીવીલ મેરેજ કરી લીધા હતાં. દરમીયાન બનાવના આગલા દિવસે તે ગામમાં પરત આવ્યો હતો. વૈશાલી પુખ્ત ઉંમરની હોય આ બારામાં રમેશ સામે ગુનો પણ નોંધાયો ન હતો. જેને પગલે વિનુ પરશોતમ અને તેનો પરિવાર ઉશ્કેરાયેલો હતો.

જો કે ચાર માસથી બન્ને જણા જુદા જુદા સ્થળે નાસતા ફરતા હોય આ પરિવાર સમસમીને બેસી ગયો હતો. પરંતુ ગઇકાલે રમેશ અને વૈશાલી ગામમાં પરત ફરતા ચારેય જણાએ મળી રમેશની હત્યા કરી નાખી હતી.