• Gujarati News
  • St Bus Travellers Irregularity Privation At Jafrabaad

જાફાબાદમાં એસટી બસોની અનિયમિતતાથી મુસાફરોને હાલાકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદમાં અમરેલી જાફરાબાદ રૂટની બસ અવારનવાર બંધ કરવામાં આવતી હોય લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ભાડા ગામે કોઝવે બનાવવામાં આવ્યા હોય જેનો ઢાળ વધારે હોવાનુ જણાવી ઉના ડેપો દ્વારા તમામ રૂટોની બસો બંધ કરવામાં આવતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

અમરેલી જાફરાબાદ રૂટની બસ પાછલા કેટલાક વર્ષોથી શરૂ છે. પરંતુ આ રૂટની બસને અવારનવાર બંધ કરી દેવામાં આવતી હોય મુસાફરોને મુશ્કેલી પડે છે. હાલમાં પણ આ બસ પાંચ દિવસથી બંધ હોય લોકોને નાછુટકે ખાનગી વાહનોમાં બેસીને જોખમી મુસાફરી ખેડવી પડી રહી છે.

આ ઉપરાંત ભાડા ગામે કોઝવે બન્યા હોય પરંતુ ઉના ડેપો દ્વારા કોઝવેમાં ઢાળ હોવાથી બસનો પાછળનો ભાગ અડી જતો હોવાનુ બહાનુ આગળ ધરી તમામ બસોના રૂટ બંધ કરી દેવામાં આવતા મુસાફરોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ આ રસ્તા પર ખાનગી વાહનો તો શરૂ જ છે. કોડીનાર જાફરાબાદ રૂટની બસ પણ ચાલે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા અમરેલી જાફરાબાદ રૂટની બસને નિયમિત દોડાવવામાં આવે અને ઉના ડેપોના રૂટની બસો પણ શરૂ કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.