ચિતલ નજીકથી સો કિલો મટન સાથે ત્રણ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં હજુ પણ ચાલતી ગૌવંશની ગેરકાયદે કતલ
અમરેલી જિલ્લામા ઘણા લાંબા સમયથી ગૌવંશની ગેરકાયદે કતલ ચાલી રહી છે. ઢોરની હેરાફેરી પણ ખુલ્લેઆમ ચાલી રહી છે. પોલીસના ડર વગર જ પશુઓની કતલ કરી તેના માંસની હેરાફેરી કરવામા આવે છે. ચિતલ નજીક ગઇકાલે ત્રણ શખ્સો મોટર સાયકલ પર સો કિલો મટન લઇ જઇ રહ્યાં હતા. તે વખતે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.
ગૌવંશના માંસની હેરાફેરીની આ ઘટના અમરેલી તાલુકાના ચિતલ નજીક મોણપુર રોડ પર પ્રકાશમા આવી હતી. અમરેલી તાલુકા પોલીસના સુત્રોના જણાવ્યાનુસાર ચિતલના સિકંદર રફીક બાવનકા, હારૂન ઇકબાલ બાવનકા અને ઇસો ઉર્ફે ગભરો હસન કાલવા નામના ખાટકી શખ્સોને મોટર સાયકલ પર ગૌમાંસની હેરાફેરી કરતા ઝડપી લેવાયા હતા.
તાલુકા પોલીસના એએસઆઇ ડી.પી.અમરેલીયા તથા સ્ટાફે આ રોડ પર બાઇકને અટકાવી ત્રણેયની તલાશી લેતા તેમની પાસેથી રૂ. ૨૪ હજારની કિમતનુ સો કિલો ગૌમાંસ મળી આવ્યુ હતુ. ગૌવંશની કતલ કરી ત્રણેય શખ્સો માંસનો આ જથ્થો વેચવા જતા હતા. તે સમયે ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી ગૌમાંસ તથા મોટરસાયકલ મળી કુલ રૂ. ૪૨ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. અમરેલી જિલ્લામા ગૌવંશની મોટાપાયે કતલ થઇ રહી છે. તેમાપણ ચિતલમા તો સૌથી વધુ પ્રમાણમા પશુઓની કતલ કરવામા આવે છે. પશુઓની કતલના આ નેટવર્કને ભેદવુ જરૂરી છે.