અમરેલીમાં જય શનિદેવના ઉદ્ઘોષ સાથે પ્રાર્થના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંદના : સૂર્યપુત્ર શનીદેવને રિઝવવા સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ

અમરેલીમાં નાગનાથ મંદિરના પટાંગણમાં શનિ મંદિરમાં પૂજા માટે કતારો : યજ્ઞ સહિ‌ત ધાર્મિ‌ક કાર્યક્રમો

અમરેલી સહિ‌ત જિલ્લામા આજે સુર્ય પુત્ર શનિ મહારાજની જન્મ જયંતીની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. સવારથી જ શનિ મંદિરોમા ભાવિકોની ભારે ભીડ જામી હતી. અમરેલી, બાબરા સહિ‌ત ગામોમા શનિ મંદિરોમા પુજાઅર્ચના, આરતી, યજ્ઞ, પ્રસાદ સહિ‌તના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

અમરેલીમાં નાગનાથ મંદિરના પટાંગણમા આવેલ શનિ મંદિરમા સવારથી જ ભાવિકોની ભારે ભીડ જામી હતી. શનિ ભકતોએ શનિ મહારાજને તેલ, આંકડાની માળા, ફુલ ચડાવી આશિર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત વડેરામા આવેલ શનિ મંદિર ખાતે પણ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. અહી પુજા, આરતી સહિ‌તના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

તો સાવરકુંડલાના ઓળીયા નજીક આવેલ શનિ મંદિરે પણ સવારથી જ ભાવિકોની ભીડ જામી હતી. અહી આરતી, પુજા, યજ્ઞ સહિ‌તના કાર્યક્રમો યોજાયા હતા. તો બાબરામાં શનિ મહારાજની જન્મજયંતીની ભાવિકોએ આસ્થાભેર ઉજવણી કરી હતી.
અહેવાલની વધુ વિગતો અને તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...