અમરેલીમાં શાળાનાં બાળકો બન્યા એક દિ’નાં અખબારી તંત્રી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કર્યા અખબારો અને બાદમાં યોજાયુ પ્રદર્શન

અમરેલીમાં ગજેરા એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ક્રિષ્ના પબ્લીક સ્કુલ ખાતે બાળકોના સર્વાગી વિકાસ તેમજ રચનાત્કતાને પોષવાના હેતુ માટે એક નવતર કાર્યક્રમ ''ન્યુઝ પેપર એકઝીબીશન’’ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. ધોરણ ૮ થી ૧૦ના વિદ્યાર્થીઓએ એકઝીબીશનમાં ભાગ લઇ એક દિવસ માટે તંત્રીનુ કામ કર્યુ હતુ.

ક્રિષ્ના પબ્લીક સ્કુલ દ્વારા ન્યુઝ પેપર એકઝીબીશન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ ૮ થી ૧૦ના વિદ્યાર્થીઓએ ભાગ લઇ એક દિવસ માટે ન્યુઝ પેપરના તંત્રી તરીકેની કામગીરી કરી હતી. વિદ્યાર્થીઓએ સમાચાર સંપાદન, ન્યુઝ પેપરના લેઆઉટ સહિ‌ત રચનાત્ક કામગીરી કરી ન્યુઝ પેપર બનાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સીપાલ જયોતીબેન, જય જોષી, કડેવાલભાઇ, ગભરૂભાઇ, ચંદ્વિકાબેન વિગેરેએ જહેમત ઉઠાવી હતી.