તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈંગોરીયાની લડાઈ: સાવરકુંડલામાં અનોખી આતશબાજી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દિપાવલીની રાત્રીએ સાવરકુંડલામા જામશે ઇંગોરીયાની લડાઇ
- પરંપરાગત ઇંગોરીયાની લડાઇ રમવા યુવકો સજ્જ
સાવરકુંડલા શહેરમાં દિપાવલીની રાત્રીએ પરંપરાગત રીતે ઇંગોરીયાની લડાઇ જામે છે. દિપાવલીને એક માસ જેટલો સમય બાકી હોય ત્યારથી જ યુવકો શહેરથી દુર ઇંગોરીયાના વૃક્ષો પરથી ઇંગોરીયાના ફળ તોડી લાવે છે અને તેમાં કોલસો, સુરોખાબ, ભુકી ભરીને ઇંગોરીયા તૈયાર કરે છે અને બાદમાં દિપાવલીની રાત્રીએ અહીના વિવિધ ચોકમાં ઇંગોરીયાની અનોખી લડાઇ જામે છે.
શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે દિપાવલીની રાત્રીએ ઇંગોરીયાની આતશબાજી કરવામા આવે છે. યુવકો દિપાવલી પર્વના એક માસ અગાઉથી જ ઇંગોરીયા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. યુવકો શહેરથી દુર ઉગેલા ઇંગોરીયાના વૃક્ષો તોડવા માટે પહોંચી જાય છે. અને બાદમાં ઇંગોરીયાના ફળ એકઠા કરી તેને સુકવવામા આવે છે. બાદમાં આ ફળમા વચ્ચે કાણુ પાડી તેમા કોલસો, સુરોખાબ વિગેરે ઠાંસીઠાંસીને ભરી અને વાટ કાઢવામા આવે છે.
અહીંથી આગળ વાંચવા માટે આગળ ક્લિક કરો...
(તસવીરો: દિલીપ રાવલ, અમરેલી)