રામાયણ નિસરણી જે સાંભળે તે પહોંચે છે ઉંચાઈએ : મોરારિબાપુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપ આ તો કથાનો યુગ છે : મોરારિબાપુ
રાજુલા નજીક પીપાવાવ ધામમાં રામકથાએ સજ્યું ભક્તિમય વાતાવરણ : રણછોડરાયનાં ધામમાં વિરપુરનો રોટલો શ્રધ્ધાળુમાં હરખની હૈલી
રાજુલાના પીપાવાવધામ ખાતે ચાલી રહેલી રામકથાના બીજા દિવસે મોરારિબાપુએ કથા પ્રવાહને આગળ વધારતા રામકથાનો મહિ‌મા સમજાવ્યો હતો.
રામાયણ નીસરણી છે જે સાંભળે છે તે ઉંચાઇએ પહોંચે છે. નિસરણી નીચે પણ લાવે છે. અને લોકો સુધી પહોંચાડે છે. તુલશીદાસે ગ્રામ્યભાષામાં લોકો સુધી રામાયાણ પહોંચાડી છે. જે રામાયણની કથા કહેશે, સાંભળશે અને ટેકો આપશે તેની મનોકામના સિધ્ધ થશે. રાજુલાની ખાણના પાણાની વ્યાસપીઠ પર બેસીને કથા કહુ છું.
લોકોની કથા માટે રૂચિ વધી છે. આ કથાનો યુગ છે. ટેલીફોનમાં લોકો કથા જુએ છે એવા ફોન આવ્યા છે. હવે તો નખમાં પણ કથા આવશે એવો યુગ આવશે. કથા નખશીખ પહોંચશે. કથા માણસને નખથી શિખા સુધી રંગી દેશે. રામકથા એટલે કરૂણાની કથા. શિવ કરૂણાવાન છે. બીજો કાંડ અયોધ્યાકાંડ છે તેમા ભરતની કથા છે. પ્રેમકથા છે. અરણ્યકાંડમાં સીતાકથા છે. મા જાનકીની કથા છે. સીતાની કથા સહનશીલતાની કથા છે. લક્ષ્મણની કથા કિશ્કીંધાકાંડમાં છે. જાગૃત પુરૂષની કથા છે. લક્ષ્મણ જાગે છે. સુંદરકાંડમાં હનુમાનજીની કથા છે.
અવતરણ થાય તે અવતાર. બ્રહ્મ રામરૂપે અવતરિત થયા છે. રામ આપણા માટે માનવલીલા કરવા અવતરિત થયા છે. રામ બ્રહ્મ છે તેવી શ્રધ્ધા શિવને હતી પણ સતીને સંશય હતો તે માન્યા નહી અને પરીક્ષા કરવા ગયા પછી સીતાનુ રૂપ લીધુ રામ તો પામી ગયા. છેવટે અસત્ય બહાર પડી ગયુ. સતી શિવ પાસે પણ ખોટુ બોલ્યા. બધુ જ જાણે પણ છેતરાય તે સાધુ. શિવ જાણી ગયા હતા.
કથાના બીજા દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન થયુ હતુ. આ પ્રસંગે રાત્રીના ભીખુદાનભાઇ ગઢવી, શૈલેષ મહારાજ સહિ‌તના કલાકારોએ ડાયરાની રંગત જમાવી હતી. આ તકે પુ. ઝીણારામબાપુ, પુ.લાલદાસબાપુ, પુ.ખાખીબાપુ, પુ.મુળદાસબાપુ, બાલકૃષ્ણબાપુ, શ્રીકાંત સોની, માયાભાઇ આહિ‌ર, ભારતીબેન વ્યાસ, ભીમબાપુ, બદરૂભાઇ વાળા, ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકી, નટુદાદા સહિ‌ત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.