તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Rajula Morangimam Night Killed Four Gayanam Enigmatic: Cakacara

રાજુલાના મોરંગીમાં રાત્રે ચાર ગાયનાં ભેદી મોત : ચકચાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોઇએ ઝેરી ચારો આપી દીધો ? જોરશોરથી ઉઠેલી ચર્ચા
- તપાસ થાય તો રહસ્ય બહાર આવે તેવી વકી


રાજુલા તાલુકાના મોરંગી ગામે મોડી રાત્રે કોઇ અકળ કારણે ચાર ગાય તરફડીને મોતને ભેંટતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. આ ગાયોને કોઇએ ઝેરી ચારો આપીને મારી નાખી છે કે કેમ તે અંગે પણ ભારે ચર્ચા ઉઠી છે. મોડી રાત્રે પશુ ડોક્ટર પણ મોરંગી ગામે દોડો ગયા હતાં. ગામ લોકો રાત્રે ટોળે વળ્યા હતા.

આ ઘટના આજે રાત્રીના સમયે રાજુલા તાલુકાના મોરંગી ગામે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોરંગી ગામના પાદરમાં રાત્રે ચાર ગાયો તરફડીને મોતને ભેંટી હતી. આ ગાયો સીમમાં ચરતી હતી અને બાદમાં અચાનક જ ટપોટપ મરવા લાગી હતી. આ ગાયો શા કારણે મરી ગઇ તે મોડે સુધી કોઇ નકકી કરી શક્યુ ન હતું. જો કે કોઇએ આ ગાયોને ઝેરી ચારો આપ્યાની જોરશોરથી ચર્ચા ઉઠી હતી.

ઘટનાની જાણ થતા મોરંગીના સરપંચ ચકુરભાઇ કલસરીયા, ઉપસરપંચ દીનેશભાઇ સરવૈયા, કમલેશભાઇ, બાબુભાઇ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતાં. ગામ લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી ગામમાં હજુ વધુ ઘણી રેઢીયાર ગાયો રખડે છે. ત્યારે વધુ ગાયોના પણ મોત હોઇ શકે છે.

ધારાસભ્ય સોલંકીને રજુઆત બાદ અહીં પશુ ડોક્ટરની ટીમ રવાના કરવામાં આવી હતી. આ ગાયોના પોસ્ટ મોર્ટમ બાદ તેના મોતનુ સાચુ કારણ નકકી થઇ શકશે. ઉલ્લેખનીય એ છેકે, આ પંથકનાં મોરંગી ગામે રાત્રે બનેલા આ બનાવને લઇને સ્થાનિક ગ્રામજનોમાં પણ એક જ ચર્ચા ઉઠી છે કે, કોઇએ ઝેરી ચારો આપી દીધો છે કે, શું તપાસ થાય તો મહત્વની કડી મળી શકે તેમ છે.