રાહુલ લોકોને જોઇને થયા ઉત્સાહિત, સભામાં ઉમટી જંગી જનમેદની

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધીએ અમરેલીમાં સભા સંબોધતા જ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે જ્યાં લોકો પાસેથી જમીનો પડાવી લેવામાં આવે તે ગુજરાતને આદર્શ મોડેલ કહેવાય કેવી રીતે કહેવાય?તમે જ જવાબ આપો. લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી જમીન લઈને ઉદ્યોગકારોને આપી દેવામાં આવી છે, જેના લીધે 6 હજાર ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો. તો શું આને કહેવાય આદર્શ ગુજરાત મોડેલ?
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે 60 વર્ષથી ગુજરાતમા કશું થયુ નથી તેવું નરેન્દ્ર મોદી કહે છે, તેઓ એમ પણ કહે છે મેં બધુ બદલ્યુ છે માટે મને હવે દેશનો ચોકીદાર બનાવો. ગુજરાતના લોકો બધુ જાણે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે. 45 હજાર એકર જમીન એક ઉદ્યોગપતિને આપી દીધી. પહેલા અડવાણી, જસવંતસિંઘ, યશવંતસિંહા, સુષ્મા હતા હવે કોઇની જરૂર નથી. મોદી અદાણીની આ પાર્ટનરશીપ છે. 3 હજાર કરોડની કંપની હવે 40 હજાર કરોડની કંપની બની ગઈ છે. ગરીબોના પૈસા આ કંપનીમા ગયા. હવે આ રકમ માર્કેટિંગમા વપરાઇ રહી છે. અને સાવ જુઠ બોલાઇ રહ્યું છે. શું આ છે મોદીનુ આ ગુજરાત મોડેલ? જ્યાં સુધી તેઓ દિવસ દરમ્યાન જુઠ ન બોલે ત્યાં સુધી તેમને રાત્રે નિદ્રાં નથી આવતી
આગળ જુઓ રાહુલ ગાંધીની સભામાં ઉમટી પડેલી જંગી જનમેદનીની કેટલીક તસવીરો
(તસવીરો: દિલીપ રાવલ, અમરેલી)