તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલીમાં પાક વિમાનો રોષ : ગોરધન ઝડફીયા સહિત ૮૪ ખેડૂતોની અટકાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોરધન ઝડફીયા સહિત ૮૪ ખેડૂતોની અટકાયત કરાઇ : જીપીપીનાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો

અમરેલી જીલ્લા સહિત રાજ્યભરમાં ગત વર્ષ પ્રમાણમાં નબળુ રહ્યુ હતું. ખેડૂતોએ બે-ત્રણ વખત વાવણી કરી છતાં વાવેતર નિષ્ફળ ગયુ હતું અને પુરો પાક પણ ઉતર્યો ન હતો. આમ છતાં ખેડૂતોને મંજુર થયેલો પાક વિમો મળતો ન હોય અમરેલીમાં આજે જીપીપી દ્વારા ગોરધનભાઇ ઝડફીયાની આગેવાની નીચે રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યુ હતું.

ખેડૂતોએ અહિં અડધી કલાક સુધી ચક્કાજામ કરી દેતા ઝડફીયા સહિત ૮૪ લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે બાદમાં તમામને મુકત કરી દેવાયા હતાં. ખેડૂતોને પાક વિમો નહી મળવા માટે ઝડફીયાએ રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી હતી.

આગળ વાંચો : ચક્કાજામનાં વિરોધમાં પોલીસ દ્વારા કોની કોની અટકાયત ?, ૧૪ મહિલાની પણ અટકાયત કરાઇ, તમામને પોલીસ હેડ ક્વાર્ટરમાં લઇ જવાયા