• Gujarati News
  • Protest Against Police In Rajula Lok Sabha Latest News

ડુંગર પોલીસ મરણના કેસમાં પણ પૈસા પડાવી રહી છે: ખુલ્લો આક્ષેપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પગલા લો|લોક દરબારમાં ભાજપ આગેવાનોનો રોષ
- રાજુલા ભાજપ આગેવાનો દ્વારા ડીવાયએસપી સમક્ષ રજૂઆત કરવામાં આવી

રાજુલા: રાજુલા ખાતે આજે ડીવાયએસપી રાજેશ પરમાર દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે રોમીયોગીરી સહિત કોઇ પ્રકારની અસામાજીક પ્રવૃતિને ચલાવી નહી લેવાય. અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ શુકલભાઇ બલદાણીયાએ ખુલ્લેઆમ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે ડુંગર ગામે પોલીસ મરણના કિસ્સામાં પણ પૈસા પડાવી રહી છે. જેથી ડીવાયએસપીએ આ અંગે તપાસ કરવાની ખાતરી આપી હતી.

રાજુલા ખાતે ડીવાયએસપી રાજેશ પરમાર દ્વારા આજે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આસપાસના ગામોના સરપંચો, સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો, વેપારી આગેવાનો તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે બોલતા ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યુ હતું કે શાળા-કોલેજ આસપાસ કોઇ રોમીયોગીરી કરતા નઝરે પડે તો તુરંત પોલીસને જાણ કરો.

રોમીયોગીરી તથા અસામાજીક પ્રવૃતિ કરતા તત્વોને સીધા દોર કરવામાં આવશે. આ તકે અમરેલી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ શુકલભાઇ બલદાણીયાએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ડુંગર પોલીસ મરણના કેસમાં પણ પૈસા પડાવી રહી છે. મોટા પ્રમાણમાં નાણાકીય વહીવટ કરી અહિં અસામાજીક પ્રવૃતિ થાય છે. સ્ટાફ ન હોવાના બહાને લોકોની ફરીયાદ લેવામાં આવતી નથી. અહિંની પોલીસ હપ્તાખોરીથી ચાલતા રોયલ્ટી ચોરીના ટ્રેકટરોને ચાલવા દે છે. પરંતુ વાડીએથી મજુરો ભરીને ઘરે જતા ખેડૂતને પેસેન્જર બેસાડ્યા છે તેમ કહી કનડગત કરે છે. ડુંગર ગામનો આ પ્રશ્ન ખુબ જ ગંભીર છે. રાજેશ પરમારે જણાવ્યુ હતું કે આ અંગે તેઓ તપાસ કરવાનો આદેશ કરશે અને આવી કોઇ ફરીયાદ હોય તો તુરંત ફોન પર પણ જાણ કરવી.

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઇ વોરાએ રજુઆત કરી હતી કે રાજુલા પોલીસ મથકમાં અપુરતો સ્ટાફ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી મજબુત બને તે માટે પુરતો સ્ટાફ મુકાઇ અને શહેરની ટ્રાફીક સમસ્યા હલ થાય તે જરૂરી છે. સ્થાનિક આગેવાન બચુભાઇ ચૌહાણે જણાવ્યુ હતું કે રેઇનબો સોસાયટીમાં વારંવાર અકસ્માતો બની રહ્યા છે. સ્પીડ બ્રેકર દ્વારા તેનો ઉકેલ આવવો જોઇએ. આ તકે ઉપસ્થિત સીપીઆઇ એન.બી. સોલંકીએ જણાવ્યુ હતું કે શહેરી કે ગ્રામીણ કોઇપણ વિસ્તારમાં અસામાજીક પ્રવૃતી ડામવા માટે પેટ્રોલીંગ વધારવામાં આવશે. એવું જણાવ્યુ હતું. અને જે કોઇ પણ આ પ્રવૃત્તીમાં દોષિત સાબીત થશે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.