બાબરામાં દૂષિત પાણીનું વિતરણ : પાલિકા નિંદ્રામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાબરામાં દૂષિત પાણીનું વિતરણ : પાલિકા નિંદ્રામાં
- તંત્રની બેદરકારી : સમ્પનો ટાંકો પોણા બે વર્ષથી ખુલ્લો : લોકોનુ આરોગ્ય જોખમમાં
- સફાઇના અભાવે પાણીમાં કચરો અને લીલ જોવા મળે છે : પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભિતી

બાબરા નગરપાલિકામા કોઇને કોઇ કૌભાંડો કે બેદરકારી સામે આવી રહી છે. ત્યારે શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ટાંકો છેલ્લા પોણા બે વર્ષથી ખુલ્લો હોય તેમજ ટાંકામા સાફસફાઇના અભાવે કચરા સહિ‌ત બે બે ફુટના લીલ જોવા મળી રહ્યાં છે. આવુ દુષિત પાણી શહેરીજનોને વિતરણ કરવામા આવી રહ્યું હોય લોકોનુ આરોગ્ય જોખમાવાની ભિતી સતાવી રહી છે.
શહેરમાં કરિયાણા રોડ પર આવેલ પાણીના સંપ ખાતે પીવાનુ પાણી ભરવાના એક મોટા ટાંકાનો સ્લેબ ગત સપ્ટેમ્બર ૨૦૧૨મા તુટી ગયો હતો.

આ ચાલીસ વર્ષ જુના ટાંકામા આખો દિવસ પાણી સ્ટોરેજ કરી તેમાથી ઓવરહેડ ટાંકામા ભરી બાબરા શહેરને પાણીનુ વિતરણ કરવામા આવે છે. હાલ આ સંપ ખાતે કુલ ત્રણ મોટા અંડરગ્રાઉન્ડ ટાંકાઓ આવેલા છે. શહેરને પીવાનુ પાણી પુરૂ પાડવા આ ત્રણેય ટાંકાઓમા પહેલા પાણીનુ સ્ટોરેજ કરી તેમાથી ઓવરહેડ ટાંકાઓ મારફત સમગ્ર શહેરમા પીવાનુ પાણી વિતરણ કરવામા આવે છે. આ ત્રણ ટાંકામાથી એક ૪૦ વર્ષ જુના ટાંકાનો સ્લેબ પોણા બે વર્ષ પહેલા તુટી ગયો હતો. તેમ છતા આજદિન સુધી પાલિકા દ્વારા ખુલ્લા બની ગયેલા ટાંકાને ઢાંકવાની તસદી લેવામા આવી નથી.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..