તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિંગાળામાં યુવાનની હત્યા કેસમાં પોલીસ તપાસ ઠેરની ઠેર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્રણ દિવસ બાદ મૃતક યુવાનની ઓળખ પણ ન મળી : તપાસ સીપીઆઇને સોંપાઇ

રાજુલા તાલુકાના નિંગાળા ગામની સીમમા દિવાળીના દિવસે જ કોઇ અજાણ્યા યુવકની હત્યા કરી કોથળામાં બાંધીને ફેંકી દેવાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસ હજુ ઠેરની ઠેર છે. હત્યારાઓની વાત તો બાજુમા રહી પરંતુ મૃતક યુવાન કોણ છે તેની પણ ભાળ મેળવી શકાય નથી. હવે આ કેસની તપાસ સીપીઆઇને સોંપવામા આવી છે. દિવાળીના દિવસે સવારે જ રાજુલાના નિંગાળા ગામની સીમમા એક હત્યાની ઘટના પ્રકાશમા આવી હતી. અહી જોલાપરી નદીમા એક નાળા નીચેથી અજાણ્યા યુવકની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ યુવકને માથાના ભાગે અને મોઢા પર ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવામા આવ્યો હતો.

એટલુ જ નહી તેની લાશને કોથળામા સીવી અહી નાળા નીચે ફેંકી જવાઇ હતી. ત્રણ દિવસની પોલીસ તપાસના અંતે હત્યારાઓ સુધી પહોંચવામા પોલીસ નિષ્ફળ રહી હતી.એટલુ જ નહી મૃતક યુવાન કોણ છે તેની ભાળ મેળવવામા પણ પોલીસને નિષ્ફળતા મળી છે જેને પગલે જિલ્લા પોલીસવડા દ્વારા હવે મરીન પોલીસના બદલે રાજુલાના સીપીઆઇ વિરાણીને સોંપવામા આવી છે. આશરે વીસથી પચીસ વર્ષની ઉમરના આ યુવકના હાથ પર પંજો અને કમળ ત્રોભાવેલ છે. મૃતક યુવાન કોણ છે તેની ઓળખ મળે તો હત્યારાઓ સુધી ઝડપથી પહોંચી શકાશે તેવુ પોલીસ માની રહી છે. આ ઘટનાને લઇને રાજલા પંથકમાં ચકચાર મચી છે. ત્યારે પોલીસ હજુ આ હત્યા કેમ થઇ તેનો ભેદ પણ ઉકેલી શકી નથી.