તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંવનન માટે અધીરા બનેલા દિપડાએ દિપડીને મારી નાખી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધારી નજીક ખોખરા મહાદેવની સીમમાં બનેલી ઘટના

દિપાવલીના તહેવારો દરમિયાન જાણે દિપડા જેવા વન્યપ્રાણીની પણ માઠી દશા બેઠી હોય તેમ કમોતની એક પછી એક ઘટના સામે આવી રહી છે. ધારીથી સાત કિમી દુર ખોખરા મહાદેવની સીમમા વનવિભાગની વીડીમાંથી આજે બપોરે એક દિપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. દિપડા સાથે મેટીંગ દરમિયાન ફાઇટ થતા દિપડાએ આ દિપડીને મારી નાખી હોવાનુ માનવામા આવી રહ્યું છે.

વનવિભાગની વીડીમા એક દિપડીનો મૃતદેહ પડયો હોવાની વનવિભાગને બાતમી મળી હતી. જેને પગલે આરએફઓ એ.વી.ઠાકર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને દિપડીનો મૃતદેહ કબજે લીધો હતો. દિપડીના શરીર પર હિંસક પશુ દ્વારા થયેલા હુમલાના ઇજાના નિશાન મળી આવ્યા હતા. આશરે પાંચેક વર્ષની ઉંમરની આ દિપડીને કોઇ દિપડાએ મારી નાખી હોવાની શકયતા છે. ઘટના સ્થળેથી દિપડાના સગડ પણ મળી આવ્યા હતા. મેટીંગ માટે અધીરા બનેલા દિપડાએ હુમલો કરી આ દિપડીને મારી નાખી હતી. વનવિભાગ દ્વારા મૃતદેહને કબજે લઇ આગળની તપાસ શરૂ કરી છે.

વડલીની સીમમા દિપડાનો મૃતદેહ મળ્યો

ગીરપુર્વની તુલશીશ્યામ રેંજમા ગીરકાંઠાના વડલી ગામની સીમમાંથી ગઇકાલે દિપડાનો એક મૃતદેહ મળી આવતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. વનવિભાગની પ્રાથમિક તપાસમા દિપડાનુ મોત કુદરતી રીતે થયાનુ જણાયુ હતુ. ધારીના સુખપુરમા સાવજે એક દિપડાને મારી નાખ્યાની ઘટનાના ચોવીસ કલાકમા જ ગીરપુર્વની તુલશીશ્યામ રેંજમા વડલી ગામની સીમમા વધુ એક દિપડાનુ મોત થયુ હતુ. વનવિભાગને ગીરકાંઠાના વડલી ગામની સીમમા એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની બાતમી મળતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દિપડાનો મૃતદેહ કબજે લીધો હતો.