બિમારીથી કંટાળી જઇ લુણીધારના પટેલ યુવાનનો સળગી જઇ આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- છેલ્લા બે વર્ષથી ડાયાબીટીસની બિમારીમાં સારૂ ન થતા આ પગલુ ભર્યુ
- બગસરાની યુવતિનુ કુવામાં પડી જતા મોત


વડીયા તાબાના લુણીધાર ગામે એક પટેલ યુવકે બિમારીથી કંટાળી જઇ પોતાના ઘરે શરીર પર કેરોસીન છાંટી સળગી જતા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયાં આ યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
બિમારીથી કંટાળી યુવકના સળગી જઇ આપઘાતની આ ઘટના વડીયા તાબાના લુણીધાર ગામે બની હતી. અહી રહેતા વિજય અરવિંદભાઇ કોરાટ (ઉ.વ.૧૭) નામના પટેલ યુવકને છેલ્લા બે વર્ષથી ડાયાબીટીસની બિમારી હતી. આ યુવકે અનેક વખત સારવાર લીધી હોવા છતા બિમારીમાં સારૂ થયુ ન હતુ.

જેને કારણે આ યુવકે પોતાના ઘરે કંટાળી જઇ શરીર પર કેરોસીન છાંટી સળગી જતા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ યુવકનુ મોત નિપજયુ હતુ.

અન્ય એક ઘટનામાં બગસરા તાલુકાના કેરાળા ગામની હેપી વિનોદભાઇ ચોવટીયા નામની ૧૮ વર્ષની પટેલ યુવતિ વાડીએ જાંબુ ખાવા ગઇ હતી ત્યારે અકસ્માતે કુવામાં પડી જતા સારવાર માટે બગસરા દવાખાને ખસેડવામાં આવી હતી જયાં તેનુ સારવાર દરમીયાન મોત થયું હતું.