અમરેલી: લોકસભાની ચૂંટણીને પગલે જાહેરનામાની ભરમાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચૂંટણી પ્રચારમા પણ અનેક નિયમનો લાદતુ તંત્ર

લોકસભા સામાન્ય ચુંટણી તેમજ લાઠી વિધાનસભા પેટા ચુંટણી જાહેર થઇ ચુકી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાઇ તે માટે તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ચુંટણીના પગલે મંજુરી વિના લાઉડ સ્પીક પર પ્રતિબંધ, મકાન માલિકોની પરવાનગી વિના પ્રચારપત્રો લગાડી દિવાલો ન બગાડવા, ઉમેદવારોએ પ્રચારના વાહનો રજીસ્ટર કરાવવા, ચુંટણી પ્રચારમાં કટઆઉટ, બેનર્સ અને મેદાનના ઉપયોગ બાબત, પરવાનેદાર હથિયાર ધારકો માટે પ્રતિબંધ સહિ‌તના જાહેરનામાઓ અમલમાં મુકયા છે.

મુખ્ય ચુંટણી અધિકારી તરફથી રાજકીય પક્ષો અને ઉમેદવારોના માર્ગદર્શન માટે આચારસંહિ‌તા અને તે અંગે સુચનાઓ આપવામા આવેલ છે. જે મુજબ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવવા, સુત્રો લખવા વિગેરે માટે પરવાનગી વિના કોઇપણ વ્યકિતીની જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વિગેરેનો ઉપયોગ કરવા દેશે નહી તેવી જોગવાઇ કરવામા આવી છે.

આ ઉપરાંત પરવાનગી સિવાય ચુંટણી પ્રચાર કે વાહન પર માઇક રાખી વગાડી શકાશે નહિ‌. સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા બાદ જ સવારના ૬ થી રાત્રીના ૧૦ કલાક સુધી જ માઇકનો ઉપયોગ કરવાનો રહેશે. ચુંટણીપ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામુ અમલી રહેશે. આ ઉપરાંત જિલ્લામાં તા. ૩૦ના રોજ મતદાન થનાર છે ત્યારે ચુંટણી લડતા ઉમેદવારોએ પ્રચારના વાહનો ચુંટણી અધિકારી સમક્ષ રજીસ્ટર કરાવવાના રહેશે. મુકત, ન્યાયી અને શાંતીપુર્ણ ચુંટણી યોજાઇ તેમજ ચુંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતી રહે, સુલેહ શાંતિનો ભંથ થતો અટકાવી શકાય તે હેતુસર જિલ્લામાં ચુંટણી દરમિયાન પરવાનેદાર હથિયાર ધારકો માટે પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. આ ઉપરાંત મતદાન મથકના સો મીટરની ત્રિજયાના વિસ્તારમાં મોબાઇલ, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો સાથે રાખવા નહી. આ ઉપરાંત વાંધાજનક શોર્ટ મેસેજ સર્વિ‌સીસ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે.

સરકારી કચેરીઓમા ટોળા સ્વરૂપે એકઠા થવું નહિ‌
લોકસભા ચુંટણી અને લાઠી વિધાનસભા પેટા ચુંટણી જાહેર થતા આદર્શ આચારસંહિ‌તા અમલી છે. ત્યારે અમરેલીમા આવેલ સરકારી કચેરીઓમાં ટોળા સ્વરૂપે કે કોઇપણ રીતે એકઠા થઇ આવેદનપત્રો આપવાના બહાને કે સરઘસના રૂપમા એકઠા થઇ, કોળ મંડળી રેલી કે સરઘસ કાઢી શકશે નહી.