જેલમાં જઇશ તોયે ચાની કિટલી ચાલુ કરીશ: મોદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આકરા પ્રહારો : અમરેલીમાં આચરસંહિ‌તા પૂર્વેની અંતિમ સભામાં ગર્જયાં

અમરેલીની જનસભામાં મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા જણાવ્યુ હતું કે કોંગ્રેસીઓ મોદી જેલમાં હોય તેવા સપના જુએ છે. પરંતુ તમારી સરકાર આકાશ-પાતાળ એક કરી ચુકી છે. છતાં મારો વાળ વાંકો કરી શકી નથી અને જો હું જેલમાં જઇશ તો ત્યાં ચાની કીટલી ચાલુ કરી દઇશ.

અમરેલીમાં બસસ્ટેન્ડ સામે જીમખાનાના ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે મોટાભાગે ચુંટણીમાં મારી છેલ્લી સભા અમરેલીમાં હોય છે. જે સંયોગ છે. મારે આજે અમરેલી પાસે કશુ માંગવાનું ન હોય. આ છેલ્લી સભા છે ત્યારે અહિંથી સમગ્ર ગુજરાત સમક્ષ માથુ નમાવુ છું અને સૌનો આભાર માની આર્શીવાદ માંગુ છું. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે આ ચુંટણીમાં કોંગ્રેસનો સૌથી ખરાબ પરાજય થશે અને એકપણ રાજ્યમાં બે આંકડાને આંબી નહી શકે.
આગળ વાંચો સંઘાણીના ભાષણ વખતે લોકોમાં દેકારો