બગસરામાં માર્ગ પર કિચડનું સામ્રાજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂગર્ભ ગટરના કામથી વરસાદ પડયા બાદ અનેક લોકોને હાલાકી : માટી સાફ કરવા ઉઠતી માંગ

બગસરામાં મંગળવારની સાંજે વરસાદ પડયા બાદ શહેરના મુખ્યમાર્ગ પર ભુગર્ભ ગટરની માટીને લીધે કિચડનુ સામ્રાજય ફેલાયુ હતુ. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અહી પાછલા કેટલાક સમયથી ભુગર્ભ ગટરના કામો શરૂ કરવામા આવ્યા છે.

શહેરમાં મંગળવારે આવેલા વરસાદના કારણે વાહન વ્યવહારના માર્ગ પર ભુગર્ભ ગટરના કામમા અવરોધ ઉભો થયો હતો. સાથેસાથે જે જે સ્થળોએ ખોદકામ કરી માટી ઉલેચવામા આવી હતી ત્યાં પુરાણ કરતી વખતે ધુળને રોડ પર રહેવા દેવામા આવી હોય વરસાદ પડતાની સાથે જ મુખ્યમાર્ગ પર કિચડ જામી ગયુ હતુ. મુખ્યમાર્ગ પર કામ ચાલુ થયુ ત્યારથી મોટાભાગના વાહનોને ડાયવર્ટ કરવામા આવ્યા છે.

પરંતુ આ માર્ગ પર મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, એસટી ડેપો સહિ‌તના જાહેર સ્થળો આવેલા હોય લોકોને આ સ્થળો પર જવા માટે ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી. અનેક જગ્યાએ પુરાણ યોગ્ય થયેલ ન હોય ગટર ખોદકામના સ્થળ પર વાહનો ખુંપી ગયા હતા. જેને મહામહેનતે બહાર કાઢવામા આવ્યા હતા. આગામી દિવસોમા ચોમાસુ શરૂ થનારૂ હોય શહેરના મુખ્ય માર્ગ પર ભુગર્ભ ગટરનુ કામ તુરત આટોપી માર્ગ પરથી તમામ માટી ઉપાડી લેવામા આવે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.
અહેવાલની વધુ તસવીર જોવા માટે આગળ ક્લિક કરો...