સમુહ લગ્નનો પ્રારંભ રામાયણકાળથી થયો છે : મોરારિબાપુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજુલામાં રામાનંદી સમાજનો પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજાયો : ૩૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા

રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમુહ લગ્નોત્સવમાં ૩૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ પ્રસંગે અનેક સંતો મહંતોએ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા.

પીપાવાવ ધામમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા યોજાયેલા પ્રથમ સમુહ લગ્નોત્સવમાં પુ. મોરારિબાપુએ નવદંપતિઓને આર્શિવચન પાઠવતા જણાવ્યું હતુ કે રણછોડરાયના સાંનિધ્યમાં અને ગુરૂ રામાનંદના આશિર્વાદ અને ભકત પીપાજીની ચેતનાથી રામાનંદી સાધુ સમાજના નવદંપતિઓ આજે પ્રભુતામાં પગલા માંડી રહ્યાં છે. તે સર્વને આશિર્વાદ.

મોરારિબાપુએ સમુહ લગ્નોત્સવનો પ્રારંભ રામાયણકાળથી થયો હોવાનો ઉલ્લેખ વેદમાં છે અને જનકપુરથી અયોધ્યા જાન ગઇ હતી તેમ જણાવ્યું હતુ. આ સમુહ લગ્નોત્સવમાં ૩૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ પ્રસંગે દાદભાઇ વરૂ, મનુભાઇ ધાખડા, જે.બી.લાખણક્ષેત્રા, મીઠાભાઇ, અલ્પેશભાઇ, અશોકભાઇ, નલીનભાઇ, કાળુભાઇ, સતીશભાઇ, ચિમનભાઇ સહિત આગેવાનોએ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા હતા.