પરાવિદ્યાની યાત્રા થાય તો પરમના સાન્નિધ્યમાં પહોંચાય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુએ ગંગા સતીના દિવસે એક આમ્ર વૃક્ષ વાવવાની ઇચ્છા વ્યક્ત કરી
પીપાવાવ ધામમાં ચાલી રહેલી રામકથાના પાંચમાં દિવસે પુ. મોરારીબાપુએ જણાવ્યું હતુ કે આજે ગંગાસતીની પુણ્યતિથી છે તેમજ વિશ્વ ચકલી દિવસ છે. બાપુએ વૃક્ષ વાવવાની વાત કહી પ્રતિકરૂપે એક આમ્ર વૃક્ષ વાવવાની ઇચ્છા વ્યકત કરી હતી. વકતાએ શ્રોતાઓનુ ધ્યાન રાખવુ જોઇએ. વકતાએ શ્રોતા પરાયણ થવુ જોઇએ. તેમજ શ્રોતા પણ વકતા પરાયણ હોવા જોઇએ.
પુ. મોરારીબાપુએ ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકીની સેવાને બિરદાવી હતી અને જણાવ્યું હતુ કે તે કાલે રસોડે પીરસતા હતા. સૌ પોતાના પદ ભુલીને સેવામાં લાગી ગયા છે. શ્રધ્ધાથી જે કથા થાય તે સાત્વિક કથા છે. કથામાં સંઘર્ષ ન હોય. વિવાદ ન હોય. હરિફાઇ ન હોય. આવી કથા તામસિક ન થઇ જાય તેનુ ધ્યાન રાખવુ.
વધારે વાંચવા માટે આગળ તસ્વીરો બદલતાં જાવ...