અમરેલી ડેપોમાં લુખ્ખાઓનો આંતક… કિશોરીની છેડતી કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શરમજનક |રોમીયોગીરી કરતાં તત્વો સામે પોલીસે જેવી કાર્યવાહી બંધ કરી કે ફરી માથુ ઉચકયું
- છેડતી કરનાર કિશોરીને માર મારી ધમકી પણ દીધી

અમરેલી: અમરેલી તાલુકાના ગાવડકા ગામની એક દલીત કિશોરી અમરેલીમાં અભ્યાસ કરતી હોય અને અપડાઉન કરતી હોય ગઇસાંજે પાંચેક વાગ્યે પોતાના ગામ પરત જવા બસસ્ટેન્ડમાં બેઠી હતી ત્યારે સણોસરાના શખ્સે તેની સાથે નિર્લ્લજ વર્તન કરી ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપતા આ કિશોરીએ તેની સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલી જીલ્લામાં પોલીસ દ્વારા લુખ્ખાગીરી અને રોમીયોગીરી કરતા તત્વો સામે થોડા સમય પહેલા લાલ આંખ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા જેવી આ કાર્યવાહી બંધ કરાઇ તે સાથે જ ફરી આવારા તત્વોએ માથુ ઉંચક્યુ છે. અમરેલી એસટી ડેપોમાં પણ લુખ્ખાતત્વો ગમે ત્યારે ગમે તેની છેડતી કરી લે છે. અમરેલી તાલુકાના ગાવડકા ગામે રહેતી એક દલીત કિશોરી સાથે આવું જ થયુ હતું. અમરેલીમાં અભ્યાસ કરતી આ દલીત કિશોરી ગઇસાંજે પોતાના ગામ પરત જવા માટે એસટી ડેપોમાં ગઇ હતી.

આ સમયે અમરેલી તાલુકાના સણોસરા ગામના જયરાજ વાળા નામના શખ્સે જાહેરમાં તેનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હતી. જેનો ઇનકાર કરતા આ રોમીયોએ તેને બે-ત્રણ ઝાપટો મારી હતી એેટલુ જ નહી પેટમાં પાટુ મારી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધુત પણ કરી હતી. જે અંગે કિશોરીએ તેની સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
આગળ વાંચો, દલિત એકતા સંગઠનના નેજા તળે આગેવાનો દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ