માર્કેટીંગયાર્ડમાં પ્રથમ દિવસે જ ત્રણ હજાર મણ કપાસની આવક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વજન કાંટાની પૂજન વિધી કરી ઉદ્યોગપતી મનજીભાઇ ધોળકીયાનું સન્માન કરાયું

લાઠીમાં સરકાર દ્વારા માર્કેટીંગયાર્ડનું નિર્માણ તો કરવામાં આવ્યુ પરંતુ અહિં છેલ્લા દોઢ દાયકાથી હરરાજીનું કામ થતુ ન હતુ પરંતુ આજે દોઢ દાયકા બાદ પૂજન વિધી સાથે યાર્ડમાં કપાસની હરરાજીનો આરંભ કરાયો હતો. યાર્ડમાં પ્રથમ દિવસે ત્રણ હજાર મણ કપાસની આવક થઇ હતી. આ તકે ઉદ્યોગપતી મનજીભાઇ ધોળકીયાનું સન્માન કરાયુ હતું. લાઠીમાં આજે અહિંના દાતા મનજીભાઇ રૂડાભાઇ ધોળકીયા અને વિજય હનુમાન મંદિરના મહંત રામચરણદાસબાપુના હસ્તે માર્કેટીંગયાર્ડમાં હરરાજીના કામકાજનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ તકે લાઠી યાર્ડના ચેરમેન અરજણભાઇ વામજાના હસ્તે મોમેન્ટો અને શાલ અર્પણ કરી મનજીભાઇ ધોળકીયાનું સન્માન કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ વજન કાટાની પૂજન વિધી કરી હરરાજીનો આરંભ કરવામાં આવ્યો હતો.

લાઠીમાં દોઢ દાયકા પહેલા માર્કેટીંગયાર્ડનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. પરંતુ અહિં હરરાજીનું કામ થતુ ન હતું. પણ આજથી હરરાજી શરૂ કરવામાં આવતા પહેલા જ દિવસે યાર્ડમાં ત્રણ હજાર મણ કપાસની આવક થઇ હતી. આ તકે યાર્ડના વાઇસ ચેરમેન સુભાષભાઇ કાકડીયા, ઉદ્યોગપતિ વાલજીભાઇ ધોળકીયા, જશાભાઇ હુંબલ, વિનુભાઇ કાકડીયા, રાજુભાઇ ભુવા, દામજીભાઇ ડાયાણી, જીતુભાઇ અડતાલાવાળા, ચેતનભાઇ લીંબાણી, ભરતભાઇ સુતરીયા, સેક્રેટરી બારૈયાભાઇ, ભરતભાઇ લાડોલા, કથાકાર સાગરભાઇ, ગોસાઇબાપુ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અમરેલીયાર્ડમાં માલની ધીમી આવક

દિપાવલીના વેકેશન બાદ અમરેલી માર્કેટીંગયાર્ડમાં હરરાજીનું કામકાજ શરૂ તો કરી દેવાયુ છે. પરંતુ કપાસ અને મગફળી સહિ‌તની જણશોની આવક આજે પણ ધીમી રહી હતી. અમરેલી યાર્ડમાં આજે માત્ર ૧૭૮૨ ક્વીન્ટલ કપાસ હરરાજી માટે આવ્યો હતો. જ્યારે શીંગ મઠડી માત્ર સાત ક્વીન્ટલ અને શીંગ મોટી ૧૭૦ ક્વીન્ટલ હરરાજી માટે આવી હતી.