તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાલયોમાં ગૂંજી ઉઠશે હરહર મહાદેવનો નાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિવરાત્રી પર્વે મહાઆરતી, મહાપ્રસાદ, મોટરસાયકલ યાત્રા, ધુનકર્તિન સહિ‌તના કાર્યક્રમોનુ આયોજન

અમરેલી સહિ‌ત જિલ્લામાં શિવરાત્રી પર્વની આવતીકાલે ભવ્ય ઉજવણી કરવામા આવશે. શિવરાત્રી પર્વને લઇને શિવાલયોમાં ભગવાના ભોળાનાથને વિવિધ શૃંગાર કરવામા આવ્યા છે. શિવાલયોમાં લઘુરૂદ્ર યજ્ઞ, ધુન, ભજન, મહાપ્રસાદ, મહાઆરતી સહિ‌તના કાર્યક્રમો યોજાશે. અમરેલી શહેરમાં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ સંદેશ મોટર સાયકલ યાત્રાનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. સવારથી જ શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. મોટી સંખ્યામાં શિવભકતો આરાધના કરી આશીર્વાદ મેળવશે.

શિવરાત્રીના પાવન પર્વે અમરેલી શહેરના વિવિધ શિવાલયો રોશનીથી શણગારવામા આવ્યા છે. અહીના સુપ્રસિધ્ધ નાથનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, મુકતેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ સહિ‌તના શિવાલયોમાં સવારથી જ ભકતોની ભીડ ઉમટી પડશે. શિવાલયોમાં ભગવાના ભોળાનાથને વિવિધ શૃંગાર સજાવવામા આવ્યો છે. શિવરાત્રી પર્વે રાત્રીના મહાઆરતી થશે. આ ઉપરાંત યજ્ઞ, ધુન, ભજન સહિ‌તના કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. તો આવી જ રીતે વડીયામાં પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. આ ઉપરાંત અહી સત્યનારાયણ ભગવાનની કથા પણ યોજાશે. અહી આવેલ ઘુંઘલીનાથ મંદિર ખાતે સંતવાણી કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવ્યુ છે. આ ઉપરાંત કંથડનાથ તેમજ બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાશે.

અહી શિવાલયોમાં ચાર પ્રહરની આરતી કરવામા આવશે. અહી ભકતો દ્વારા ૨પ૦ થી વધુ શિવ પાર્વતીના બેનરો બનાવી બજારમાં લગાવવામા આવ્યા છે. ચિતલ ખાતે પણ શિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવામા આવશે અહી ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે પંચદેવ પુજા, શિવ માનસ, અભિષેકાત્મક પુજા, બ્રહ્મપુજાનુ આયોજન કરવામા આવ્યુ છે. અહી ધ્વજારોહણ કરવામા આવશે. આ ઉપરાંત શિવાલયોમાં આરતી, મહાપ્રસાદ, ધુનકર્તિન સહિ‌તના કાર્યક્રમો પણ યોજાશે. સાવરકુંડલામાં રિધ્ધીસિધ્ધીનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, જડેશ્વર મહાદેવ સહિ‌તના શિવાલયોમાં પણ હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. તો લાઠીમાં નિલકંઠ મહાદેવ, ભીડભંજન મહાદેવ, બિલેશ્વર મહાદેવ સહિ‌તના શિવાલયોમાં પુજા અર્ચના, મહાઆરતી, પ્રસાદ, ધુનકર્તિન સહિ‌તના કાર્યક્રમો યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો