સૌરાષ્ટ્રમાં મહાપ્રભુજીની શોભાયાત્રામાં ભક્તિનો ઉમંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાપ્રભુજીની શોભાયાત્રામાં ભક્તિનો ઉમંગ
- મહાપ્રભુજી પ્રાગટય દિન : હવેલીમાં આજનાં આ પર્વ નિમીતે મંગળા દર્શન, મનોરથ, રાજભોગ સહિ‌ત કાર્યક્રમો
- માણાવદર, ઊના, વેરાવળ, કોડીનાર, કેશોદ મેંદરડામાં મહાપ્રભુ પ્રાગટય દિનની ઉજવણી


પૃષ્ટી માર્ગના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં પ્રાગટય પર્વ નિમીતે સોરઠભરમાં ભક્તિનો ઉમંગ છલકાયો હતો. હવેલીઓમાં મંગળા દર્શન, મનોરથ, રાજભોગ, ભક્તિ સંગીત અને મહાપ્રભુજીની શોભાયાત્રા વાંજતે ગાજતે નિકળતા જેમા મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાતા મહાપ્રભુજીનો જયનાદ ગુજ્યો હતો.

મેંદરડા : મેંદરડામાં આજે મહાપ્રભુજીનાં પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. ગામનાં હવેલી શેરીમાંથી શોભાયાત્રા નિકળી હતી જે મુખ્ય માર્ગો પર ફરી હવેલી ખાતે પૂર્ણાહુતિ પામી હતી. શોભાયાત્રામાં વૈશ્ણવો અને ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં તેમજ મહાપ્રસાદનો લાભ લઇ ધન્ય બન્યાં હતાં.

કોડીનાર : કોડીનારમાં વૈષ્ણવો દ્વારા મહાપ્રભુજીનાં પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. શહેરનાં પાણી દરવાજાથી ડીજેનાં તાલ સાથે નિકળેલી શોભાયાત્રામાં વૈષ્ણવ ભાઇ-બહેનો જોડાયા હતાં અને હવેલીએ શોભાયાત્રા સંપન્ન થઇ હતી. પોલીસ બંદોબસ્ત પણ રહયો હતો. આચાર સંહિ‌તાને ધ્યાને લઇ શોભાયાત્રા માટે એક કલાકની પરવાનગી અપાઇ હોવાથી ટૂંકા રૂટથી જ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.

ઊના : ઊનામાં વૈષ્ણવજનો દ્વારા મહાપ્રભુજીનાં પ૩૭માં પ્રાગટય મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ હતી. હવેલીએથી મહાપ્રભુજીની શોભાયાત્રા નિકળી હતી. વૈષ્ણવજનોએ વેપાર-ધંધા બંધ રાખ્યા હતાં. વેપારીઓ અને મહિ‌લાઓ સહિ‌તનાં ભાવિકો શોભાયાત્રામાં જોડાઇ મહાપ્રભુજીનાં જયજયકારનાં નાદ ગુંજવતાં ભકિતમય માહોલ છવાયો હતો.
માણાવદર : માણાવદરમાં પૃષ્ટિમાર્ગીય હવેલી દ્વારા શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટય મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. પ૧ બળદને રથ સાથે રાજમાર્ગો પર શોભાયાત્રા નિકળી હતી જેમાં ભાવિકો ઉમંગભેર જોડાયા હતાં.

દેલવાડા : દેલવાડાનાં ગુપ્તપ્રયાગમાં પુષ્ટિમાર્ગનાં સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ૬૭મી બેઠક આવેલી છે. અહીંયા મહાપ્રભુજીનાં પ૩૭માં પ્રાગટય દિન નિમિતે વૈશ્નવજનો ઉમટી પડયા હતાં. આ પ્રસંગે મંગળાદર્શન, પલનામનોરથ, રાજભોગ સહિ‌તનાં કાર્યક્રમો યોજાયા હતાં. બીલખાનાં ઘનશ્યામજી મહારાજ ખાસ ઉપસ્થિત રહયાં હતાં. મુખ્યાજી રાજુભાઇ પંડયા અને સેવકગણે જહેમત ઉઠાવી હતી.

વેરાવળ : શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ૩૭માં પ્રાગટય મહોત્સવની ઉજવણી કરાય હતી. જેમાં આજે સાંજે ચાર કલાકે સોની બજારમાં મોટી હવેલી ખાતેથી પૂજયપાદ ગોસ્વામી ૧૦૮ માધવરાયજી મહારાજની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનો પ્રારંભ થઇ સોની બજાર, સુભાષ રોડ, સટ્ટા બજાર થઇ ટાવર ચોકમાં પૂર્ણ થયેલ હતી. મહાપ્રભુજીના પ૩૭માં પ્રાગટય મહોત્સવ પ્રસંગે નૃસિંહબાગ (મોટી હવેલી) ખાતે આજે સવારે સાડા દસ કલાકે બ્ર?સંબંધ, બપોરે એક કલાકે રાજભોગ દર્શન, સાંજે સાત કલાકે શયન આરતી, સાડા સાત સાત કલાકે વચનામૃત - કેસરસ્નાન અને રાત્રીના નવ કલાકે મહાપ્રસાદ સહિ‌ત કાર્યક્રમો યોજાયેલ હતા. જેમાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહેલ હતા. વેરાવળનાં સુભાષરોડ પર દ્વારકાધીશજીની હવેલી ખાતે મહાપ્રભુજી શ્રીમદ્દ વલ્લભાચાર્યના પ૩૭માં પ્રાગટય મહોત્સવ પ્રસંગે આજે ધાર્મીક પ્રસંગોનું આયોજન થયેલ જેમાં મહાપ્રભુજીના ભાવનાજીના ૮૪ બેઠકના દર્શન તથા ૮૪ બેઠકજીની પરીક્રમા મોટી સંખ્યામાં વૈષ્ણવોએ કરેલ હતી.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો......