બગસરા: સમઢીયાળાના વિપ્રનું અનેરૂ જપ-તપ-વ્રત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શ્રાવણ માસમાં મહાદેવની કરે છે આકરી તપશ્રર્યા
- ચૌદ વર્ષથી શ્રાવણ માસમાં મૌન ધારણ કરી મંદિરમાં જ રહે છે

બગસરા: બગસરા નજીકના સમઢીયાળા ગામના એક વિપ્ર છેલ્લા ચૌદ વર્ષથી દરેક શ્રાવણ માસમાં પોતાના ઘર સંસારનો મોહ છોડીને એક માસના મૌન સાથે મંદિરમાં વસવાટ કરી જપ, તપ, વ્રત કરે છે. શ્રાવણ માસ નિમિતે અનેક લોકો ભકિતનુ ભાથુ બાંધતા હોય છે. સંસારી લોકો પણ પોતાની શકિત અનુસાર યાત્રા, દર્શન, મંત્ર લેખન, સેવા, પુજા અર્ચના દ્વારા ભાગ્યશાળી બને છે. એવુ જ કંઇક કાર્ય બગસરા નજીકના સમઢીયાળા ગામના વિપ્ર છેલ્લા ચૌદ વર્ષથી કરતા આવે છે.

સંજયભાઇ વિશ્વનાથભાઇ જોષી શ્રાવણ માસે પોતાના પરિવાર તેમજ ધંધાથી અલગ પડીને રૂપાવટી નદીના કાંઠે આવેલા મુકિત નારાયણ મહાદેવના સાનિધ્યમાં શ્રી રામ નિવાસ ગુફામા સંત શ્રી રામચરણદાસ સાથે વસવાટ કરી એક માસ સુધી સંપુર્ણ મૌન સાથે શ્રીમદ્દ ભાગવતના પાઠ, પંચાક્ષરી મંત્ર લેખન તેમજ શિવ પુજા અર્ચનાનો લાભ મેળવે છે. સંજયભાઇ જોષી દ્વારા કરવામા આવતા આ ધાર્મિ‌ક કાર્યોથી સમઢીયાળા ગામમાં પણ ધર્મમય વાતાવરણ ઉભુ થયુ છે.