સાવરકુંડલામાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી થેલાની લુંટ ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીએ પોલીસને જાણ કરતા પોલીસે તજવીજ હાથ ધરી
સાવરકુંડલામાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ રમેશ મગન આંગડીયા પેઢીનો કર્મચારી સવારે સાતેક વાગ્યાના સુમારે થેલામાં બારથી તેર લાખ લઇ ઓફિસેથી નીકળ્યો હતો ત્યારે જુના બસ સ્ટેન્ડ નજીક કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેને કારમાં બેસાડી આઠ કિમી દુર લઇ જઇ થેલાની લુંટ કરી નાસી ગયા હતા. બાદમાં આ અંગે કર્મચારીએ પોલીસને જાણ કરતા બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રમેશ મગન આંગડીયા પેઢીના કર્મચારી મંગળદાસ પટેલ પોલીસને જણાવ્યુ હતુ કે તે સવારે સાતેક વાગ્યાના સુમારે થેલામાં બારથી તેર લાખ નાખી ઓફિસેથી નીકળ્યો હતો ત્યારે રજની ઓઇલ મીલ સામે કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેને ધકકો મારી કારમાં બેસાડી દીધો હતો. બાદમાં આંખો દબાવી દીધી હતી. તેને આઠેક કિમી દુર ઓળીયા ગામ નજીક લઇ જઇ થેલો લુંટી તેને કારમાંથી ઉતારી આ શખ્સો નાસી ગયા હતા.
મંગળદાસે પોલીસને આ વિગત જણાવતા શહેર પોલીસ મથકના પીઆઇ જી.બી.પરમારે એલસીબીની મદદથી સંયુકત રીતે તપાસ હાથ ધરી છે. ખરેખર આ લુંટનો બનાવ છે કે કેમ ? હાલ તો પોલીસે ફરિયાદીને શંકાના દાયરામા રાખી વધુ તપાસ હાથ ધરી છે.