કડીયાળીમાંથી વધુ 26.45 લાખનો દારૂ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સનસનાટી | 24 કલાકમાં જ 14૦૦ પેટી દારૂ ઝડપાતા ચકચાર : 711 પેટી દારૂ કબજે કરાયો
- નાના એવા ગામમાંથી અડધા કરોડનો ઇંગ્લીશ દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી

રાજુલા/અમરેલી: રાજુલા તાલુકાનું કડીયાળી ગામ જાણે ઇંગ્લીશ દારૂનું પીઠુ બન્યુ છે. અહિં છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ લાખનો દારૂ ઝડપાયા બાદ ગઇરાત્રે એલસીબીએ આ જ બુટલેગરના વધુ એક મકાનમાંથી રૂા. ૨૬.૪પ લાખની કિંમતની ઇંગ્લીશ દારૂની ૭૧૧ પેટી ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. નાનાએવા ગામમાંથી અડધા કરોડનો ઇંગ્લીશ દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. રાજુલા પંથકમાં વિદેશી દારૂનું ભયંકર દુષણ છે ત્યારે માત્ર એક જ ગામમાંથી આટલો જથ્થો ઝડપાયો છે. આ વિસ્તારમાં હજુ મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂ સંગ્રહાયો હોવાનું કહેવાય છે. અમરેલી એલસીબીને રાજુલાના કડીયાળીમાંથી ઇંગ્લીશ દારૂનો વધુ જંગી જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.

જુનાગઢ રેન્જના આઇજી બ્રીજેશકુમાર અને અમરેલીના એસપી મકરંદ ચૌહાણની સુચનાથી છેલ્લા ૨૪ કલાક દરમીયાન પોલીસની ટુકડીઓએ અહિં ધામા નાખી આગલી રાત્રે અને દિવસ દરમીયાન પોલીસે અહિં દરોડો પાડી કડીયાળીના કુખ્યાત બુટલેગર જાલમ ભગુ અને તેના પિતરાઇ ભાઇના કબજામાંથી રૂા. ૨૭ લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આમ છતાં ગામમાં હજુ વધુ ઇંગ્લીશ દારૂ હોવાની બાતમીના આધારે તપાસ શરૂ રખાઇ હતી. જેને પગલે રાત્રે વધુ એક સફળતા મળી હતી.

અમરેલી એલસીબીના પીઆઇ આર.એન. વિરાણી, સ્ટાફના અરવિંદભાઇ કવાડીયા, પંકજભાઇ અમરેલીયા, વિક્રમભાઇ, સુભાષભાઇ, અરજણભાઇ મહેતા, યુવરાજસિંહ, સાવરકુંડલાના ડીવાયએસપી રાજેશકુમાર, મરીન પીએસઆઇ ઝાલા તથા તેમના સ્ટાફે કુખ્યાત ઝાલમ ભગુ અને ગંભીર ભગુના અન્ય એક મકાનમાં દરોડો પાડતા અહિં પણ ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. મકાનમાં ત્રણ ડમ્પર ભરાઇ તેટલો ૭૧૧ પેટી ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા રૂા. ૨૬.૪પ લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂ કબજે લેવાયો હતો.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...