તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવાયા ટ્રાન્સપોર્ટ ચોરીનો ચોર ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટ્રાન્સપોર્ટ પેઢીમા એક વર્ષથી નોકરી કરતા યુવકે જ ચોરી કરી હોવાની કબુલાત આપી
-
કવાયત ફળી : પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકલ્યો

રાજુલા તાલુકાના કોવાયા ગામે ગઇકાલે એક ટ્રાન્સપોર્ટ પેઢીમા રૂ. ૧.૯પ લાખની ચોરીની ઘટના બનતા આ બારામાં પીપાવાવ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામા આવી હતી. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. રૂ. ૧.૯પ લાખની ચોરી ટ્રાન્સપોર્ટ પેઢીમાં જ નોકરી કરતા કેશીયરે કરી હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે તેની ધરપકડ કરી બીજી થયેલ ચોરીની વિગતો જાણવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોવાયામા ટ્રાન્સપોર્ટ પેઢીમાં ચોરીની આ ઘટના ગઇકાલે બની હતી.
અહીની આશાપુરા ટ્રાન્સપોર્ટમા રૂ. ૧.૯પ લાખની ચોરી થઇ હતી.


આ અંગે પિયુષભાઇ આત્મારામભાઇ ઠકકરે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા મથામણ કરી હતી. મરીન પોલીસે ટ્રાન્સપોર્ટ પેઢીમાં જ ફરજ બજાવતા મેહુલ ભુપત ચૌહાણ નામના યુવકની આગવીઢબે પુછપરછ કરતા તેણે આ ચોરી કરી હોવાનુ કબુલ્યુ હતુ. પિયુષે આ રૂપિયા ટેબલમાં સંતાડી દીધા હતા. આ યુવક એક વર્ષથી આ પેઢીમાં કામ કરતો હતો. મરીન પોલીસના ઇન્ચાર્જ સીપીઆઇ વિરાણી સહિ‌ત સ્ટાફના એન.ડી.ગૌસ્વામી, હિ‌મતભાઇ રાઠોડ, લખનભાઇ સુસરાએ ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.