તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Kariyananam Crack Epidemic Shifted Rajkot Woman's Death

કરીયાણાનાં ભેદી રોગચાળામાં રાજકોટ ખસેડાયેલ મહિલાનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભેદી રોગચાળાએ વધુ એક ભરવાડ મહિલાનો ભોગ લેતાં પરિવારજનોમાં ગમગીની

બાબરા તાલુકાનાં કરીયાણા ગામે છેલ્લા એક જ અઠવાડીયામાં ભરવાડ પરિવારનાં કોઇ ભેદી તાવનાં કારણે ત્રણ વ્યક્તિનાં મોત થઇ ગયા હતા. ત્યારે રોગચાળામાં સપડાયેલ ભરવાડ પરિવારનાં સાત સભ્યોને રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાંથી ત્રણ સભ્યોને ગઇકાલે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની પ્રાપ્તવિગતો અનુસાર કરીયાણા ગામે ભેદી તાવમાં ભરવાડ પરિવારનાં સાત સભ્યો જેમાં બાઘુબેન ધનાભાઇ સાનીયા (ઉ.વ.૩૦), રાયધન નાગજીભાઇ (ઉ.વ.૧૦), હર્ષિલ કાનુભાઇ સાનીયા (ઉ.વ.૧) અને વજુબેન જીલાભાઇ સાનીયા (ઉ.વ.૨૫) ત્યારબાદ ગઇકાલે જહુબેન મસાભાઇ સાનીયા, લાખીબેન સામતભાઇ સાનીયા અને આંબાભાઇ પાંચાભાઇ સાનીયાને રાજકોટ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં જહુબેન મસાભાઇ સાનીયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેથી ભરવાડ પરિવારનાં વધુ એક સદ્દસ્યનું મોત નપિજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ છે.