કાગધામમાં કાગને ફળિયે 'કાગની વાતું’ કાર્યક્રમ સંપન્ન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારણોએ સમાજને સંસ્કાર અને સંસ્કૃતિના માર્ગે દોરવણી આપી છે- મોરારીબાપુ
રાજુલા તાલુકાના મજાદર કાગધામ ખાતે કાગને ફળિયે કાગની વાતુ કાર્યક્રમ પ્રતિભાવંત લોક કવિઓ, લોક કથાકારો, લોક સાહિ‌ત્યના મર્મીઓ અને ચાહકો ભાવકોની હકડેઠઠ ભીડ વચ્ચે સંપન્ન
થયો હતો.
પ્રતિ વર્ષ અપાતા કવિશ્રી કાગબાપુ લોક સાહિ‌ત્ય એવોર્ડ પણ મોરારીબાપુના વરદ હસ્તે અહી અપાયા ત્યારે કાગવાણીની સરવાણીથી કવિ કાગ પણ જાણે અહી સાક્ષાત સ્વરૂપે પ્રકટયા હોય એવો માહોલ ઉભો થયો હતો.
કાગને ફળિયે કાગની વાતુ અંતર્ગત લોક સાહિ‌ત્ય રસપાનના આ અનોખા કાર્યક્રમમાં સ્વ. રતિકુમાર વ્યાસ, નરોતમ પલાણ, લક્ષ્મણભાઇ ગઢવી, અભેસિંહ રાઠોડ અને શકિતદાન કવિયાને સન્માનિત કરાયા હતા. આ સન્માન સાથે રૂ. ૨૦ હજારની રાશી, સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ પણ એનાયત કરાયા હતા.
ચારણોએ હંમેશા સમાજને સુસંસ્કાર અને સંસ્કૃતિના માર્ગે દોરવણી આપી છે અને એમા કવિ દુલા ભાયા કાગ ભગતબાપુ શિરમોર રહ્યાં છે એમ બાપુએ પ્રાસંગિક વકતવ્યમાં જણાવ્યું હતુ.
લોક સાહિ‌ત્યની પરંપરાને એમના પ્રદાન દ્વારા અહર્નિ‌શ જાળવી રહેલા પાંચ લોકસાહિ‌ત્ય મર્મજ્ઞોને કાગબાપુ લોક સાહિ‌ત્ય એવોર્ડ આપતી વેળાએ એક સાથે કંઠ, કલમ, કરણી અને શકિતનુ પણ સન્માન થઇ રહ્યું છે તેવો લાગણીસભર ભાવ વ્યકત કરી આ સન્માન સ્વીકારવા આ મહાનુભાવો કાગને ફળિયે પધાર્યા તેનો મોરારીબાપુએ રાજીપો વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે રાત્રે યોજાયેલ કાગવાણી લોકડાયરામાં અભેસિંહ રાઠોડ, ધીરૂભાઇ સરવૈયા, રાજભા ગઢવી, જયદેવ ગઢવી, કમલેશ ગઢવી, શકિતદાન કવિયા, વિજયદાન સહિ‌ત નામી અનામી કલાકારોએ મજાદરને રસતરબોળ કર્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય હિ‌રાભાઇ સોલંકી, પુર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, ભીખુદાન ગઢવી, તખતદાન ગઢવી, માયાભાઇ આહિ‌ર, નટુભાઇ પરમાર, ભરત બસીયા, એન.વી.લગધીર, ભુપત પાથર, ધડુક, બાબુભાઇ, જયદેવભાઇ, સહદેવભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.