તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Junagadh Latest News Manavadar Congress MLA Get Opening

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારે કરી :બોખીરીયા મોડા આવતા કોંગી ધારાસભ્યે મુહૂર્ત કરી નાંખ્યું!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોંગી ધારાસભ્યે ખાતમુહૂર્ત કરી નાંખ્યું.!
- રાજકીય માહોલ ગરમાયો : કેબીનેટ મંત્રી બોખીરીયા મોડા આવતા મહેમાન તરીકે ઉપસ્થિત ચાવડાએ તક ઝડપી
- વંથલી, માણાવદર-ચૌટા માર્ગનાં તંત્રનો સમારોહ ટોકઓફધ ટાઉન બન્યો


વંથલી - માણાવદર - ચૌટા માર્ગનું આજે તંત્ર દ્વારા કેબીનેટ મંત્રી બોખીરીયાનાં હસ્તે ખાતમુહૂર્‍તનો કાર્યક્રમ રખાયો હતો. પરંતુ આ સમારોહમાં બોખીરીયા જ મોડા આવતા અતિથી તરીકે આવેલા આ વિસ્તારનાં ધારાસભ્ય જવાહર ચાવડાએ ખાતમુર્હુત વિધી કરી નાંખતા તંત્રનો આ સમારોહમાં રાજકીય માહોલ ગરમાઇ ગયો હતો. જ્યારે ધારાસભ્ય તો આ વિધી પતાવીને નિકળી ગયા પછી આવેલા કેબીનેટ મંત્રીએ ફરી ખાતમુહૂર્‍તનું શુકન સાચવતા એક વિકાસ કાર્ય અને બે બે ખાતમુહૂર્‍ત ટોક ઓફ ધી ટાઉન બન્યું હતું. જો કે, પછી તો આક્ષેપ પ્રતિઆક્ષેપનો મારો ચાલુ રહ્યો હતો.

વંથલી - માણાવદર - બાંટવા - સરાડીયા - ચૌટા સ્ટેટ હાઇવેને પહોળો અને મજબુત કરવા માટે ૪૬.૯૨ કરોડનાં ખર્ચે મંજૂરી અપાઇ હોય આજે સવારે ૧૦ કલાકે કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાનાં હસ્તે ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં માણાવદર મત વિસ્તારનાં ધારાસભ્ય જવાહર ચાવડા પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહયાં હતાં.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો