અમરેલી ITIમાં રૂપાણીની ઓચિંતી મુલાકાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સરપ્રાઇઝ ચેકિંગ| મિલ્ક ડેનાં કાર્યક્રમ બાદ અચાનક રૂપાણી આઇટીઆઇમાં ટપકતા સ્ટાફમાં અફડા તફડી
- સફાઇના મુદે સ્થાનિક સ્ટાફને ખખડાવ્યો : છાત્રોને યોગ્ય તાલિમ મળે, કર્મચારીઓ નિયમીત હાજર રહે એવી કડક સૂચના આપી

અમરેલી: આજે અમરેલીમાં મિલ્ક ડે ની ઉજવણી માટે આવેલા વાહન વ્યવહાર, પાણી પુરવઠા અને શ્રમ મંત્રી વિજયભાઇ રૂપાણીએ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે ઓચીંતી જ અમરેલી આઇટીઆઇની મુલાકાત લીધી હતી. અહિં તેમણે વિદ્યાર્થીઓ સાથે તેમને મળતી સુવિધા અને શિક્ષણ અંગે ચર્ચા કરી હતી અને વિવિધ ટ્રેડ અને મશીનની સફાઇના મુદે સ્થાનિક કર્મચારીઓને ખખડાવી નિયમીત સફાઇ થાય તે અંગે કડક સુચના આપી હતી. મંત્રીની ઓચીંતી મુલાકાતને પગલે આઇટીઆઇના સ્ટાફમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી. તેમની આ મુલાકાત વખતે કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

અમરેલી ખાતે આજે અમર ડેરી અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વાહન વ્યવહાર, પાણી પુરવઠા અને શ્રમ મંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહિંની કડવા પટેલ વાડી ખાતે યોજાયેલો આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે દોઢેક વાગ્યાના સુમારે વિજયભાઇ રૂપાણી અધિકારીઓ અને ભાજપ આગેવાનો સાથે ત્યાંથી પરત આવવા નિકળ્યા હતાં. અહિંથી તેઓ ભાજપ કાર્યલયે જવાના હતાં. જો કે રસ્તામાં આઇટીઆઇ આવતા જ તેમણે પોતાની ગાડી થંભાવી તેની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી.

રાજ્યના મંત્રી અચાનક જ આઇટીઆઇની સરપ્રાઇઝ મુલાકાતે આવી ટપકતા સ્થાનિક સ્ટાફમાં દોડાદોડી થઇ પડી હતી. તેમને અહિં જુદા જુદા ક્લાસરૂમ અને ટ્રેડની મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ તો સીધા જ વેલ્ડર ટ્રેડમાં ધસી જઇ તાલીમાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમને અહિં છાત્રોને પુછયુ હતું કે તેમને પુરતી તાલીમ મળે છે ? ટ્રેઇનરો નિયમીત રીતે હાજર રહે છે ? શિષ્યવૃતિ સમયસર મળી જાય છે ? વિદ્યાર્થીઓ સાથે થોડો સમય માટે વાર્તાલાપ કર્યા બાદ જુદા જુદા ટ્રેડમાં મશીનની યોગ્ય સફાઇ ન જણાતા તેમણે સ્થાનિક સ્ટાફને ખખડાવી નાખ્યો હતો. એક તરફ સ્વચ્છતા અભીયાન ચાલી રહ્યુ છે તેવા સમયે આઇટીઆઇમાં તમામ સ્થળે સ્વચ્છતા જળવાઇ રહે તે માટે તેમણે કડક સુચના આપી હતી.
આગળ વાંચો, કોન્ટ્રાક્ટરોને સફાઇની સુચના માટે તાકીદ, પ્રિન્સિપાલ હતાં ગેરહાજર