તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ૬૦ કરોડના ખર્ચે બનશે અદ્યતન હોસ્પિટલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સુવિધા : જિલ્લાનાં નાના-નાના ગામડાઓનાં લોકોને હવે છેક રાજકોટ કે અમદાવાદ સુધી જવુ નહી પડે
-અમરેલીના ભામાશા વસંત ગજેરાનું સપનુ થશે સાકાર : લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ કરાશે


અમરેલી શહેર જિલ્લા મથક હોવા છતાં આરોગ્યની આધુનિક સગવડતા અને સારી હોસ્પિટલોના અભાવે દર્દીઓને રાજકોટ, ભાવનગર કે અમદાવાદ સુધી લાંબા થવુ પડે છે ત્યારે અમરેલીમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અને જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાએ આજે જણાવ્યુ હતું કે શાંતાબેન હરીભાઇ ગજેરા ટ્રસ્ટ દ્વારા અમરેલીમાં રૂા. ૬૦ કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાશે. જેમાં ગરીબ લોકોને મોટાભાગની વિનામુલ્યે સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. આરોગ્યની જે જે સુવિધાઓ અમરેલીમાં નથી તે આ હોસ્પિટલમાં ઉભી કરાશે.

આજે વસંતભાઇ ગજેરાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે પૈસા તો ખુબ કમાણા પરંતુ હવે આ પૈસા અને સમય મોટાભાગે સમાજ સેવામાં વપરાય તો હુ મારી જાતને ધન્ય ગણીશ. અમરેલી જીલ્લાના નાના નાના ગામના લોકોને સામાન્ય દર્દોથી લઇને ગંભીર દર્દોની સારવાર માટે છેક રાજકોટ કે અમદાવાદ સુધી લાંબુ થવું પડે અને મોટી રકમનો ખર્ચ થાય અને આ પરિવાર તે ખર્ચને પહોંચી ન વળે તે જાણીને દુ:ખ થાય છે. ઘણા સમયથી મારા વતનમાં આ પ્રકારની ભવ્ય હોસ્પિટલનું નિર્માણ થાય તેવી ઇચ્છા હતી.
તેમણે જણાવ્યુ હતું કે રૂા. પ૦ થી ૬૦ કરોડના ખર્ચે તૈયાર થનારી આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

જે દર્દીઓને અમદાવાદ, રાજકોટ કે ભાવનગર સુધી સારવાર માટે લાંબા થવુ પડતુ હતું તેમને હવે તમામ પ્રકારની સારવાર અમરેલીમાં મળી રહેશે. હોસ્પિટલમાં જરૂરીયાતમંદ તમામ દર્દીઓને સારવાર વિનામુલ્યે મળી રહે તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. વસંતભાઇ ગજેરાએ એમ પણ જણાવ્યુ હતું કે આ હોસ્પિટલના નિર્માણ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઇ ગ્રાન્ટ નહી લેવાય.પરંતુ એકમાત્ર શાંતાબેન હરીભાઇ ગજેરા ટ્રસ્ટ દ્વારા જ તેનું નિર્માણ કરાશે. વળી જે દર્દોની સારવાર અમરેલીમાં નથી થઇ શકતી તે તમામ સારવાર અમરેલીમાં ઉપલબ્ધ થઇ શકે તે માટે પ્રયાસો હાથ ધરાશે.

સ્થળ પસંદગી અંગે ચાલતી કવાયત
આ હોસ્પિટલનું નિર્માણ ક્યાં થશે તે અંગે સવાલના જવાબમાં વસંતભાઇએ જણાવ્યુહતું કે હાલમાં સ્થળ પસંદગી અંગે કવાયત ચાલી રહી છે. સાવરકુંડલા રોડ પર કે ચક્કરગઢ રોડ પર અથવા લાઠી રોડ પર કે ચિત્તલ રોડ પર ક્યા યોગ્ય જગ્યા મળે છે તે જોવુ પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો