અમરેલી જીલ્લાના ચાર તાલુકામાં પવન સાથે જોરદાર વરસાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમરેલી જીલ્લાના ચાર તાલુકામાં પવન સાથે જોરદાર વરસાદ
- આફત યથાવત, છેલ્લા કેટલાક દિવસોથી માવઠાના કહેરથી કેરી અને ઉનાળુ પાકને નુકસાન
- સાવરકુંડલા પંથકમાં એક, લીલીયા તાલુકામાં અડધો ઇંચ જયારે લાઠી-લીલીયા, દામનગર પંથકમાં હળવાથી ભારે ઝાપટા
માવઠાએ જાણે અમરેલી જિલ્લામાં કાયમ માટે પડાવ નાખ્યો હોય તેમ સમયાંતરે અવાર નવાર આ વિસ્તારમાં માવઠા થઇ રાા છે. ગઇકાલે અમરેલી જીલ્લાના ઘણા ખરા વિસ્તારમાં માવઠુ થયા બાદ આજે ફરી કમોસમી વરસાદ આવી પડયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમાં એક ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત લીલીયા તાલુકાના કેટલાક ગામોમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. જયારે લાઠી, લીલીયા, દામનગર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. અમરેલીમાં પણ અવાર નવાર છાટા પડયા હતાં. આકરી ગરમી વરચે કમોસમી વરસાદથી બફારો વઘ્યો હતો.
અમરેલી પંથકમાં સતત કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકશાન થયુ છે. ઉપરાંત કેરીની સીઝન બગડી છે. કેરી પકાવતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન તો થયુ જ છે. સાથે સાથે કેરી રસીયાઓની પણ મજા બગડી છે. કારણ કે અમરેલી જીલ્લામાં જયાં જયાં કેરી પાકે છે તે તમામ વિસ્તારમાં કોઇને કોઇ તબક્કે કમોસમી વરસાદ પડી ચુકયો છે. કમોસમી વરસાદનો આ સીલસીલો આજે પણ ચાલુ રાો હતો. આજે અમરેલી જીલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ ખાબકયો હતો.