તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીનાં રીકડીયામાં દલિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૧ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા માંડયા

અમરેલીના રીકડીયા ગામે અમરેલી જિલ્લા દલિત સમાજ સંગઠન દ્વારા સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સમુહ લગ્નોત્સવમાં ૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. આ પ્રસંગે સંતો મહંતો તેમજ આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા. જિલ્લા દલિત સમાજ સંગઠન દ્વારા રીકડીયા ગામે જગદીશભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને સમુહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ. એલ.એન.પરમાર, શાંતિભાઇ રાણવા તેમજ સંતો મહંતો દ્વારા દિપ પ્રાગ્ટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો. સંગઠનના પ્રમુખ કે.કે.વાળાએ જણાવ્યુ હતુ કે સંગઠન દ્વારા આ પ્રથમ સમુહ લગ્નોત્સવ યોજવામા આવ્યા છે.

આ પ્રસંગે દાતા જગદીશભાઇ ચાવડા, શાંતિલાલ રાણવા, એલ.એન.પરમારનુ સાફો અને તલવાર ભેટ આપી સન્માન કરવામા આવ્યુ હતુ. આ તકે શાંતિલાલે આગામી વર્ષે પ૧ સમુહ લગ્નો કરવાની જાહેરાત કરી હતી અને ભોજન અંગેનો ખર્ચ આપવાની પણ જાહેરાત કરી હતી. આ તકે લાલુભાઇ પરમાર, શૈલેષભાઇ પરમાર, કિશોરભાઇ માધડ, નાનજીભાઇ, અશ્વિનભાઇ, માવજીભાઇ, મધુભાઇ, બાબુભાઇ, ભાણજીભાઇ બગડા, શાંતિલાલ પરમાર, આર.બી.દાફડા, જે.પી.પડાયા, પોપટભાઇ, રમેશભાઇ, જે.કે.ચાવડા સહિ‌ત આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો