તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Grocery Medical College Team Dhama, Inspection There

કરિયાણામાં મેડીકલ કોલેજની ટીમનાં ધામા, નિરીક્ષણ હાથ ધરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવનગર કોલેજનાં ૭ તબીબો દર્દીઓની સ્થિતીનું નિરીક્ષણ કર્યું : ગામમાં હજુ પણ ગંદકી દૂર થઇ નથી

બાબરા તાલુકાના કરિયાણામાં ભેદી રોગચાળામાં લોકો ટપોટપ મરી રહ્યાં છે. ત્યારે આરોગ્ય તંત્ર દિશા વિહીન બનીને દોડી રહ્યું છે. અહી એક સાથે ચાર વ્યક્તિના ક્યા રોગથી મોત થયા તે હજુ આરોગ્ય તંત્ર નકકી કરી શક્યુ નથી. તેની વચ્ચે આજે ભાવનગર મેડીકલ કોલેજના સાત ડોક્ટરોની ખાસ ટુકડી કરિયાણા દોડી આવી હતી. આ ટુકડીએ દર્દીઓની સ્થિતિનુ નિરીક્ષણ કર્યું હતુ અને જરૂરી સુચનાઓ પણ આપી હતી.

કરિયાણાના ભેદી રોગચાળાના પ્રકરણમાં સરકારી તંત્રમાં સંકલનનો સ્પષ્ટ અભાવ નજરે પડી રહ્યો છે. એક સાથે ચાર ચાર મોત જેવી ગંભીર સ્થિતિ હોવા છતા ગામમાંથી ગંદકીની સફાઇ કરવામાં આવી નથી. અહી ફોગીંગ મશીન પણ પહોંચ્યા નથી. તંત્રની લાપરવાહી સામે લોકોમાં ઘેરો રોષ છે. ત્યારે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતીના ચેરમેન વિજયભાઇ યાદવે છેક આરોગ્ય મંત્રી સુધી રજુઆત કર્યા બાદ આખરે તંત્ર હરક્તમાં આવ્યું હતુ.

આજે ભાવનગરની મેડીકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમના સાત ડોક્ટરો કરિયાણા ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા. સરકારી તંત્રએ રેપીડ રિસ્પોન્સનુ રૂપાળુ નામ તો આપી દીધુ પરંતુ આ ટુકડી પણ છેક આટલા દિવસે કરિયાણા પહોંચી હતી અને તે પણ ઉપર સુધી રજુઆત ગયા બાદ. આ ટુકડીની સાથે જિલ્લા આરોગ્ય અધિકારી પટેલ પણ કરિયાણા દોડી ગયા હતા.

આરોગ્ય સમિતીના ચેરમેન વિજયભાઇ યાદવે અહી તાકિદે ફોગીંગ મશીન ફાળવવા અને પોરાનાશક કામગીરી કરવા સુચના આપી હતી. તેમણે ગામમાં હજુ પણ ઠેકઠેકાણે ગંદકી હોય તે દુર કરવા સુચના આપી હતી. કરિયાણામાં મેડીકલ કોલેજના ડોક્ટર જીતેશ ચાવડા, ડૉ. શિરીષ પટેલ, ડૉ. હર્ષ પારેખ સહિત સાત તબીબોની ટીમ દોડી આવી હતી. અહી અધિકારીઓની દોડધામ તો નજરે પડે છે. પરંતુ જમીન પર નકકર કામગીરી નજરે પડતી નથી.

આગળ વાંચો : પાણી અને લોહીના નમુના લેવાયા : તંત્ર જાગ્યું, ચાર મોત શેનાથી થયા ?-તંત્રને ખબર નથી